For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

31 March: ગુજરાતના મુખ્યપ્રધાન આજે લેશે મંત્રીઓના ક્લાસ

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુજરાત એરો કોન્કલેવ 2015

ગુજરાત એરો કોન્કલેવ 2015

1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી અમદાવાદની સાબરમતી રિવરફ્રંટ પર એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. યુકે સ્થિત બ્રિટિશ એરોબેટિક્સ ચેમ્પિયન્સ સમગ્ર વિશ્વમાં ફ્લાઇંગ એર શોનું આયોજન કરે છે. 1થી 4 એપ્રિલ દરમિયાન સવારે 10.30 વાગ્યે અને બપોરે 3.30 વાગ્યે એર શોનો આનંદ માણી શકાશે.

સ્વાઇન ફ્લૂ બાદ ટાઇફોઇડનો કહેર

સ્વાઇન ફ્લૂ બાદ ટાઇફોઇડનો કહેર

ઉનાળાની શરૂઆત થતા જ સ્વાઇન ફ્લુનો કહેર ઓછો થયો છે જ્યારે ટાઇફોઇડ જેવા રોગોએ પગપેસારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં ટાઇફોઇડના 165 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 375, કમળાના 190 અને ડેન્ગ્યુના 16 કેસ નોંધાયા છે.

BRTSને હટાવવા કોંગ્રેસ જનઆંદોલન છેડશે

BRTSને હટાવવા કોંગ્રેસ જનઆંદોલન છેડશે

શહેરમાં જ્યારથી બીઆરટીએસની સેવા શરૂ થઇ છે ત્યારથી ટ્રાફીકની સમસ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં પણ બીઆરટીએસ સેવાને લાગુ કરવાથી રસ્તાઓ સાંકળા બન્યા છે અને ટ્રાફિકમાં વધારો થયો છે. બીઆરટીએસ સેવા હોવી જોઇએ કે નહીં તેવો જન આંદોલન શરૂ કરવાનું કોંગ્રેસે વિચાર્યું છે.

એએમસીએ બેઘરોના તંબુ પણ ઉખાડી ફેંક્યા

એએમસીએ બેઘરોના તંબુ પણ ઉખાડી ફેંક્યા

જુહાપુરાના ફતેવાડીમાં ગેરકાયદેસ બાંધકામ તોડવાની કામગીરી ચાલુ છે. પોતાના ઘરોને તૂટતા બચાવવા માટે સ્થાનિકોએ અત્રે પોસ્ટર લઇને દેખાવ શરૂ કર્યા હતા. પરંતુ તેમને વિરોધ પ્રદર્શન પણ કરવા દેવામાં આવ્યું નહી અને તેમના તંબુઓને પણ ઊખાડી ફેંકાયા.

મુખ્યપ્રધાનની મંત્રીઓ સાથે બેઠક

મુખ્યપ્રધાનની મંત્રીઓ સાથે બેઠક

આજે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ પોતાના મંત્રીઓ સાથે સાંજે સીએમઓ ખાતે એક બેઠક કરવા જઇ રહ્યા છે. તેઓ આ બેઠકમાં ગુજરાતના વિકાસ પર ચર્ચા કરશે.

વિધાનસભામાં વિપક્ષનું વોકઆઉટ

વિધાનસભામાં વિપક્ષનું વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ દ્વારા વોકઆઉટ કરાયા બાદ ગુજકોક ખરડાને સર્વસમતિથી પસાર કરી લેવામાં આવ્યું છે.

પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત.

પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત.

મહુધા પાસે પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત. પ્રેમમા નિષ્ફળતા હાત લાગતા ઝેરી દવા ખાઇને જીવન ટૂંકાવ્યું. ગોપાલ જાદવ અને મીના પરમાર નામના પ્રેમી જોડાએ જીવન ટૂંકાવ્યું. પોલીસે તપાસ હાથ ધરી.

દાહોદ પોલીસે ખંડણીખોરોને મધ્યપ્રદેશથી ઝડપ્યા

દાહોદ પોલીસે ખંડણીખોરોને મધ્યપ્રદેશથી ઝડપ્યા

ગાંધીનગરના વડસર એરફોર્સ ક્વાટર્સનો બનાવ.કોન્ટ્રાક્ટર પાસે માગી હતી પાંચ લાખની ખંડણી, દાહોદ પોલીસે ખંડણીખોરોને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર સરકાર થઇ મહેરબાન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર સરકાર થઇ મહેરબાન

હવે રાજ્યભરમાં ગુજરાતી ફિલ્મની બોલબોલા થશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર સરકાર થઇ મહેરબાન. દર અઠવાડિયે બે શો ફરજિયાતપણે દર્શાવાની ફરજ પડાશે.

રાજપથ કલબમાં સત્તાપલટો

રાજપથ કલબમાં સત્તાપલટો

રાજપથ કલબમાં સત્તાપલટો. જગદીશ પટેલની સત્તાવાર જાહેરાત. જગદીશ પટેલને સોંપાઇ રાજપથની કલબ સત્તા. બોર્ડ મિટીંગમાં સર્વાનુમતે પ્રમુખ બનાવાયા.

ગુજરાતના 20 સમાચાર માત્ર એક ક્લિકમાં

ગુજરાતના 20 સમાચાર માત્ર એક ક્લિકમાં....

English summary
31 March: Gujarat's top news read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X