For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોંડલમાં ડોમીનોઝની ફ્રેન્ચાઇઝી આપવાના નામે 33 લાખની છેતરપિંડી, જાણો શું છે પુરી ઘટના?

ભોગ બનનાર વેપારીએ 2021 અને 2022માં ડોમીનોઝ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી હતી. અરજી બાદ સપ્ટેમ્બરમાં એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને ડોમીનોઝ ઇન્ડિયાના જનસંપર્ક અધિકારી તરીકે ઓળખ આપી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

ગોંડલ : રાજકોટના ગોંડલમાં એક વેપારી સાથે ડોમોનોઝની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને કેટલાક લોકોએ છેતરપિંડી કરી છે. આ ઘટનામાં પોલીસે 7 અજ્ઞાત લોકો સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

cyber crime

સામે આવેલી વિગતો અનુસાર, ભોગ બનનાર વેપારીએ 2021 અને 2022માં ડોમીનોઝ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી હતી. અરજી બાદ સપ્ટેમ્બરમાં એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને ડોમીનોઝ ઇન્ડિયાના જનસંપર્ક અધિકારી તરીકે ઓળખ આપી હતી.

ફોન કરનાર વ્યક્તિએ વેપારીને કહ્યું કે તેમની અરજી સ્વીકારવામાં આવી છે અને કંપની તેને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેના ઓનલાઈન ઈન્ટરવ્યુ પછી જગ્યાનો સર્વે કરશે. કોલ કરનારે તેણની પ્રાથમિક માહિતી શિક્ષણ, અંગ્રેજીમાં પ્રવાહિતા, વર્તમાન વ્યવસાય અને વાર્ષિક ટર્નઓવર સાથે ઘણી અંગત વિગતો માંગી હતી.

વેપારીને વિશ્વાસમાં લીધા બાદ કોલ કરનાર વ્યક્તિએ અલગ અલગ બહાને 33 લાખથી બધું રૂપિયા અલગ અલગ માધ્યમથી માંગ્યા હતા. ભોગ બનનારે રૂપિયા ચૂકવી દીધા બાદ કોઈ ન આવતા સત્ય સામે આવ્યું હતું.

ભોગ બનનારે સંપર્ક કરતા તમામ કોલ અને ઇમેઇલ ફેક હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ ભોગ બનનારે પોલીસને જાણ કરી છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

English summary
33 lakh fraud in the name of granting Domino's franchise in Gondal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X