For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં નરેન્દ્ર મોદી સહિત 4 પ્રધાનો જોડાશે

|
Google Oneindia Gujarati News

gujarat-bjp
ગાંધીનગર, 7 જૂન : ગોવા ખાતે આજથી એટલે કે 7 જૂનથી થી ૯ જૂન દરમિયાન યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુજરાતના મુખ્‍યપ્રધાન નરેન્‍દ્ર મોદી સહિત ગુજરાતના 4 કેબિનેટ પ્રધાનો તથા 6 રાષ્ટ્રીય તથા પ્રાદેશિક નેતાઓ કારોબારીના સભ્‍યો તથા આમંત્રિત સભ્‍યોની તરીકે ગુજરાત તરફથી ભાગ લેશે.

મુખ્‍યપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પરત ફરશે. જયારે કેબિનેટ પ્રધાનો આનંદીબેને પટેલ, નીતિન પટેલ તથા ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા આજે ગોવા પહોંચશે. આ બેઠકને એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ ઘડવા અંગેની ચર્ચા તેમાં કેન્દ્ર સ્થાને રહેશે. તેના આધારે જે તે રાજ્યના પ્રભારી ચૂંટણી માટે સંગઠન અને કાર્યકરોનું માળખું વધારે મજબૂત કરી મહત્તમ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

ગુજરાત પ્રદેશના નેતાઓ પૈકી પ્રદેશ પ્રમુખ રણછોડ ફળદુ, મહામંત્રીઓ વિજય રૂપાણી અને શંકર ચૌધરી તથા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી અમિત શાહ અને કિસાન મોરચાના પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલા ગોવાની કારોબારીમાં ભાગ લેશે. ભાજપની આ કારોબારી બેઠકમાં ભાજપ શાસિત રાજયોના મુખ્‍યપ્રધાનોને સ્‍પીચ આપવાની તક આપવામાં આવે છે, જેમાં મુખ્‍યમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાષણ કરવાના છે.

English summary
4 Gujarat minister including Modi will attend BJP national executive meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X