For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં ભીષણ અકસ્માત, 4ની મોત અને 6 ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રથી આવતી એક ટ્રકને સુરત પાસે નડ્યો ભીષણ અકસ્માત. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના કાગળની જેમ ટૂકડે ટૂકડા થઇ ગયા. વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સુરત ખાતે મોટા અકસ્માત થયો છે. જેમાં ચાર લોકોની મોત થઇ છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સુરતના પુણા સારોલી રોડ પણ આ દુર્ધટના થઇ છે. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકના ટૂકડે ટૂકડા થઇ ગયા હતા. માનવામાં આવે છે કે શિયાળાના કારણે ગાઢ ધુમ્મસના કારણે ટ્રકે પલ્ટી મારી હતી. જેમાં 4 લોકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ છે. જે બાદ ફાયરબ્રિગ્રેડને મૃતદેહ બહાર નીકાળવા માટે બોલવાનો વારો આવ્યો હતો. જે અકસ્માતની ગંભીરતાને બતાવે છે.

Gujarat

નોંધનીય છે કે આ ટ્રક મહારાષ્ટ્રનો હતો અને સુરત તરફ આવી રહ્યો હતો. મળસ્કે થયેલી આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને પાસેની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જે લોકોની મોત થઇ છે તેમાં 1 મહિલા સહિત 3 લોકોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે હાલ ધુમ્મસ અને ઠંડીના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે. ત્યારે હાલ તો પોલીસ દ્વારા મૃતકોની ઓળખ વિધિ કરાઇ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

English summary
4 people dead, 4 injured after a truck turned turtle on Old Saroli road in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X