ગુજરાત સહિત દેશભરમાં બનશે 400 ગૌ પર્યટન કેન્દ્ર
ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર હવે દેશમાં ગૌ પ્રવાસન સર્કિટ શરૂ કરવા જઈ રહી છે. નવા બનેલા રાષ્ટ્રીય કામધેનુ આયોગની આ ઝુંબેશમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવાની પસંદગી થઈ છે. ગાય આધારિત પર્યટન માટે આ એક એવો રૂટ બનશે, જ્યાં ખાસ કરીને દેશી ગાયની પ્રજાતિ જન્મે છે. રાષ્ટ્રીય કામધેનુ બોર્ડના અધ્યક્ષ વલ્લભ કથિરિયાના કહેવા પ્રમાણે પર્યટકો ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ અને રિસર્ચરો આ સર્કિટ દ્વારા ભારતની ગાયો વિશે જાણી શક્શે. વિદેશ વિદ્યાર્થીઓને ગાયના તમામ ગુણ જણાવવામાં આવશે, જેથી ગાય કેટલી અમૂલ્ય છે તે સમાજવી શકાય.
ગુજરાત: મંદિરમાં ચડાવેલા ફૂલથી બનાવે છે ખાતર અને અગરબત્તી

ગાયના મહત્વ વિશે વિદેશી નાગરિકોને અપાશે માહિતી
વલ્ભ કથિરિયાના કહેવા પ્રમાણે, 'આપણે અત્યાર સુધી ધાર્મિક, મનોરંજક અને સાહસિક પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ જો આપણે ગાયના પર્યટન માટે લોકોને આકર્ષિત કરીશું તો વિદેશમાં પણ ગાયના મહત્વ વિશે જાણ થશે. ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોમાં ગાયની જુદી જુદી પ્રજાતી છે. તેને પ્રોત્સાહન આપવા માટે પણ ગાય આધારિત પ્રવાસન મહત્વનું યોગદાન આપશે.'

દેશી ગાયના મહત્વનો કરાશે પ્રચાર
તેમણે આગળ કહ્યું કે ગાય આધારિત પ્રવાસમાં ગાયના દૂધમાંથી બનેલા ઘી, ગૌમૂત્ર અને છાણમાંથી બનેલી પ્રોડ્ટક્સને કારણએ ગૌ આધારિક ઈકોનોમીને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. પર્યટન સ્થળો પર આ તમામ ચીજવસ્તુઓ વેચવામાં આવશે. વિદેશી સંશોધકને આકર્ષવા માટે દેશી ગાયના મહત્વનો પણ પ્રચાર કરવામાં આવશે.

400થી વધુ ગૌ પર્યટન કેન્દ્ર સ્થાપિત કરાશે
'અમે અમારા પવિત્ર યાત્રાધામ જેમ કે સોમનાથ, ડાકોર, દ્વારકા, પાલિતાણા, અંબાજી, બેચરાજી જેવા સ્થાનો પર રાજ્ય અને દેશની મોટી મોટી જેલમાં, કેરળમાં આયુર્વેદિક ઉપચાર કેન્દ્રોમાં ગાય આધારિત પ્રોડ્ક્ટસ વેચવા માટે મૂકવામાં આવશે. હવે દેશભરમાં 400થી વધુ ગૌ પર્યટન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. જે અંગત ભાગીદારી સાથે કામ કરશે. કેન્દ્ર સરકાર પ્રતિ કેન્દ્ર 2 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પહેલમાં ધાર્મિક સંગઠનો, ખાનગી ફર્મ અને એનજીઓએ સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.'

લાંબા સમય સુધી ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે કથીરિયા
તમને જણાવી દઈએ કે ભાજપના પૂર્વ સાંસદ વલ્લભ કથીરિયા 10 વર્ષ સુધી ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકયા છે. હવે ભારત સરકારે તેમને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ બનાવ્યા છે.