For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

400 કરોડ ડ્રગ્સ કેસ: ગુજરાત ATSએ પંજાબના અંડરવર્લ્ડના લોકોની યાદી તૈયાર કરી

એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં જખૌ નજીક દરિયાકાંઠેથી પકડાયેલા 400 કરોડની કિંમતના ડ્રગ્સ મામલે પોલીસે પંજાબના અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરી તેમને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ

|
Google Oneindia Gujarati News

એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં જખૌ નજીક દરિયાકાંઠેથી પકડાયેલા 400 કરોડની કિંમતના ડ્રગ્સ મામલે પોલીસે પંજાબના અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરી તેમને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરી છે. જખૌથી 35 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાની બોટ અલહુસેનીમાં લવાઈ રહેલા 400 કરોડના હેરોઇનના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ જથ્થો પંજાબના અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકોને મોકલવાનો હોવાનું બહાર આવ્યું હતું.

ATS

આ મામલે પંજાબ પોલીસ સાથે સંપર્ક કરી એટીએસે અંડરવર્લ્ડના લોકોની યાદી મગાવી છે, જેમાં અગાઉ ડ્રગ્સ મામલામાં પકડાયેલા જેલમાં રહેલા કે જામીન પર છૂટેલા ગુનેગારોનો સમાવેશ થાય છે. આ લોકો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સંપર્ક ધરાવે છે કે કેમ તે દિશામાં તથા દરિયાકાંઠે ડ્રગ્સ લઈને આવેલી બોટ લાંગરવામાં કોઈ સ્થાનિકની મદદ લેવાઈ છે કે કેમ તે દિશામાં એટીએસે તપાસ શરૂ કરી છે. ઉપરાંત જખૌ અને કચ્છના અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા તથા કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે.

જખૌ નજીક દરિયામાંથી ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓ મોહમ્મદ ઇમરાન વાઘેર, ઇસ્માઇલ બડાલા, મોહમ્મદ સાજિદ વાઘેર, સાગર વાઘેર, મોહમ્મદ દાનિશ વાઘેર અને અશ્ફાક વાઘેર (કરાચી) વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ બુધવારે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે.

English summary
400 crore drug case: Gujarat ATS compiles list of people from Punjab's underworld
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X