For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 મહાનગરપાલિકામાં થયું શાંતિપૂર્ણ મતદાન, નેતાઓનું ભાવિ સીલ

|
Google Oneindia Gujarati News

રવિવારે અમદાવાદ, રાજકોટ, સુરત જેવી મહાનગરપાલિકામાં એકંદરે શાંતિપૂર્ણ રીતે વોટિંગ થયું. વધુમાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો વોટિંગબૂથ પર દેખાયા. રવિવારે,અમદાવાદમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મતદાનબૂથ પર જ્યાં મતદાન કરવા પહોંચ્યા ત્યાં જ રાજકોટમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશીભાઇ પટેલે વોટિંગ કરવા માટે હાજરી આપી હતી. અમદાવાદમાં એલ.કે.અડવાણી પણ શાહપુર વોર્ડ ખાતે વોટિંગ કર્યું હતું. વડોદરામાં પણ જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ તેમના પિતા જાડે આવી મતદાન કર્યું હતું.

ત્યારે 6 રાજ્યો મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48 ટકા જેવું મતદાન થયું હતું. જેમાં અમદાવાદમાં 47 ટકા, સુરતમાં 39 ટકા, વડોદરામાં 50 ટકા, ભાવનગરમાં 47 ટકા તથા રાજકોટમાં 50 અને જામનગરમાં 56 ટકા સરેરાશ મતદાન નોંધાયું.

voting

જો કે અમદાવાદમાં મોટી સંખ્યામાં પાટીદાર મતદારોના નામ યાદીમાંથી રદ્દ કરવામાં આવ્યા હતા તેવો આરોપ સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે લગાવ્યો હતો. તો અનેક જગ્યાએ મતદારોના નામ યાદીમાં ના હોવાની ફરિયાદ પણ ઊઠી હતી. ભાવનગરમાં પણ બે ઇવીએમ મશીન ખરાબ તંત્ર દોડતું થયું હતું. ત્યારે સાંજ પડતા મતદાન વધ્યું હતું પણ તેમ છતાં 2010ની ચૂંટણી કરતા આ વખતના મતદાનમાં ત્રણ ટકાનો ધટાડો જોવા મળ્યો હતો. ત્યારે બીજી ડિસેમ્બરે મતદાનના પરિણામ બહાર આવશે.

English summary
48 Percentage Voting. In 6 Mahanagar Palika Election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X