રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામુ આપનાર 5 કોંગ્રેસ MLA ભાજપમાં જોડાયા
કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર એ 8માંથી પાંચ પૂર્વ ધારાસભ્યોએ ભાજપ જોઈન કરી લીધુ છે.
રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામાનો સિલસિલો માર્ચથી જૂન સુધી ચાલ્યો હતો. ત્યારબાદ 19 જૂે રાજ્યસભાની 4 સીટો પર મતદાન થયુ જેમાં ભાજપે બાજી મારી લીધી. ચારમાંથી કોંગ્રેસ માત્ર એક જ સીટ પર કબ્જો કરી શકી. કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર એ 8માંથી પાંચ પૂર્વ ધારાસભ્યોએ ભાજપ જોઈન કરી લીધુ છે. શનિવારે વરિષ્ઠ ભાજપ નેતાઓની હાજરીમાં તેમણે કમલનો પાલવ પકડી લીધો.

ચૂંટણી પહેલા આ વર્ષે 8 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડ્યુ
ભાજપમાં આવેલા આ 5 નેતા છે - કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે વી કાકડિયા, અક્ષય પટેલ અને બૃજેશ મેરજા. જેમણે ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ જીતુ વાઘાણીએ અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ પાંચ પૂર્વ ધારાસભ્યોમાંથી પટેલ, મેરાજ અને ચૌધરીએ આ મહિનાની શરૂઆતમાં ધારાસભ્યો તરીકે રાજીનામુ આપી દીધુ હતુ જેના તરત જ બાદ ચૂંટણી પંચે રાજ્યમાં રાજ્યસભા ચૂંટણીની નવા ચારીખ તરીકે 19 જૂનની ઘોષણા કરી. વળી, કાકડિયા અને જાડેજાએ માર્ચમાં ધારાસભ્યો તરીકે રાજીનામુ આપ્યુ હતુ. પહેલાની અનુસૂચિ અનુસાર ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી 26 માર્ચે થવાની હતી પરંતુ કોરોનાાના કારણે લાગેલ લૉકડાઉનના લીધો તે સ્થગિત કરી દેવામાં આવી હતી.

5 કોંગ્રેસીઓના ભાજપમાં આવવા પર શું બોલ્યા વાઘાણી?
વાઘાણીએ ભાજપમાં શામેલ થનાર 5 કોંગ્રેસીઓના નિર્ણયનુ સ્વાગત કરીને કહ્યુ કે તેમની ઉપસ્થિતિથી સ્થાનિક સ્તરે પાર્ટીને મજબૂતી મળશે. તેમણે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ એ ક્ષેત્રોમાં પેટાચૂંટણી જીતશે જે તેમના રાજીનામાના કારણે ખાલી થયા છે. તેમણે કહ્યુ કે ધારાસભ્યોએ આંતરિક જૂથબાજી અને રાજ્યમાં વિપક્ષા પાર્ટી સાથે સાથે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વની કમીના કારણે કોંગ્રેસ છોડી દીધી.

તેમના રાજીનામા માટે કોંગ્રેસ ખુદ જવાબદાર, અન્ય 3નુ પણ સ્વાગત
વાઘાણી બોલ્યા, 'કોંગ્રેસના સમજદાર ધારાસભ્યોએ આ જ રીતે રાજીનામા આપ્યા અને ભાજપમાં શામેલ થતા ગયા. જો કોંગ્રેસ વારંવાર આવ થવા છતાં ભાજપને દોષ આપતી રહેશે તો હું એ પાર્ટીને ગુજરાતમાં પોતાની દુકાન બંધ કરવા માટે કહીશ. કોંગ્રેસ પાસે નેતૃત્વની કમી છે અને તે આંતરિક જૂથબાજીથી પરેશાન છે. આ પાર્ટી તો પોતાના ધારાસભ્યોના રાજીનામા માટે ખુદ જવાબદાર છે.' ભાજપ જોઈન કરનાર પાંચ પૂર્વ ધારાસભ્યો ઉપરાંત જે ત્રણ અન્ય ધારાસભ્યો છે તે છે - સોમા પટેલ, પ્રવીણ મારુ અને મંગલ ગાવિત. તેમણે પણ માર્ચમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. વાઘાણીએ તેમના વિશે નિવેદન આપ્યુ કે, 'જો એ ઈચ્છે તો એ ત્રણે પૂર્વ ધારાસભ્યોનુ પણ ભાજપમાં સ્વાગત છે.'
આજે ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જે.વી.કાકડિયા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને શ્રી જીતુભાઇ ચૌધરીને વિધિવત રીતે કેસરીયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું. pic.twitter.com/bPxFvFsofe
— Jitu Vaghani (@jitu_vaghani) June 27, 2020












Click it and Unblock the Notifications
