Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Weather: રાજ્યમાં એક સાથે વરસાદની 5 સિસ્ટમ થઈ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજયમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. 18 ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Gujarat Weather

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 17મી ઓગસ્ટ રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે. ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં આજે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેશે.

18મી ઓગસ્ટના રોજ નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે.

19મી ઓગસ્ટના દિવસે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે.

20મી ઓગસ્ટને બુધવારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

21 ઓગસ્ટના દિવસે રાજ્યના તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, કચ્છ, પોરબંદર, દ્વારકા, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

22 ઓગસ્ટના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં સિઝનનો 65% વરસાદ નોંધાયો

રાજ્યમાં સિઝનનો 65% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 70.11% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંઘાયો છે. મધ્ય ગુજરાતમાં 67.46, ઉત્તર ગુજરાતમાં 66.89, કચ્છમાં 65.46 અને સૌરાષ્ટ્રમાં 58.32% વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 ડેમમાં 72.13% પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 64.36, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 80.08, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 70.94, કચ્છના 20 ડેમમાં 54.52% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 66.61% પાણીનો જથ્થો છે.જ્યારે સરદાર સરોવર ડેમમાં 74.94% પાણી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X