ગુજરાતના સંભવિત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અંગે જાણવા જેવી વાતો

ગાંધીનગર, 30 એપ્રિલ : ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014માં બે લોકસભા મતવિસ્તાર, ગુજરાતના વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે ધારાસભ્યમાંથી સાંસદ બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદી માત્ર ભાજપના સાંસદ નહીં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આ ચૂંટણીઓમાં ચાલી રહેલી નરેન્દ્ર મોદીની લહેર જોતા લાગે છે કે નરેન્દ્ર મોદીનું વડાપ્રદાન બનવું નિશ્ચિચ છે. જો આમ બનશે તો ગુજરાત માટે બેવડા આનંદની વાત બનશે કારણ કે દેશને નરેન્દ્ર મોદીના રૂપમાં દેશની બીજા ગુજરાતી વડાપ્રધાન મળશે અને આનંદીબેન પટેલના રૂપમાં ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળશે.

લોકસભા ચૂંટણી 2014 બાદ નરેન્દ્ર મોદી સાંસદ બન્યા તો ગુજરાતમાં સંભવત: મુખ્યમંત્રીની યાદીમાં આનંદીબેન પટેલનું નામ ટોચ પર છે. આનંદીબેન સાથે મુખ્યમંત્રી પદની સ્પર્ધામાં કેબિનેટ મિનિસ્ટર સૌરભ પટેલ અને નીતિન પટેલ પણ છે. આમ છતાં નરેન્દ્ર મોદીના અનુયાયી તરીકે આનંદીબેનનું નામ આગળ છે. ગુજરાતના સંભવિત મુખ્યમંત્રી આનંદીબેનના વિશે જાણવા જેવી મહત્વની બાબતો...

ભાજપમાં ક્યારે જોડાયા?

ભાજપમાં ક્યારે જોડાયા?

આનંદીબેન પટેલ 1987માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 1998માં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી ગુજરાત સરકારમાં પ્રધાનનો હોદ્દો ધરાવે છે.

ગુજરાતના રેકોર્ડ બનાવનારા મહિલા ધારાસભ્ય

ગુજરાતના રેકોર્ડ બનાવનારા મહિલા ધારાસભ્ય

તેઓ ગુજરાતમાં રેકોર્ડ નોંધાવનારા પ્રથમ મહિલા ધારાસભ્ય છે. તેઓ ગુજરાતના એક માત્ર મહિલા ધારાસભ્ય છે જેઓ સતત ચારવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ રીતે તેઓ મહિલા ધારાસભ્યોમાં સૌથી લાંબી ટર્મ ધરાવે છે.

કયા ખાતાઓ સંભાળે છે?

કયા ખાતાઓ સંભાળે છે?

વર્તમાન સમયમાં આનંદીબેન પટેલ ગુજરાત સરકારમાં મહેસૂલ, શહેરી વિકાસ, શહેરી આવાસ, માર્ગ અને મકાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ કેપિટલ પ્રોજેક્ટ્સ ખાતાના કેબિનેટ પ્રધાન છે.

પ્રથમવાર શિક્ષણ મંત્રી

પ્રથમવાર શિક્ષણ મંત્રી

આનંદીબેન પ્રથમવાર માંડલ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને શિક્ષણમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ વર્ષ 2002માં પાટણથી જીત્યા હતા. ત્યારે પણ તેઓ શિક્ષણ પ્રધાન બન્યા હતા.

ત્રીજીવાર જીત્યા પછી મળ્યું મહત્વનું ખાતુ

ત્રીજીવાર જીત્યા પછી મળ્યું મહત્વનું ખાતુ

આનંદીબેન 2007માં પાટણથી ચૂંટણી લડ્યા અને ત્યારબાદ કેબિનેટમાં મહત્વનું મહેસૂલ, માર્ગ અને મકાન જેવું મહત્વનું ખાતું તેમને ફાળવવામાં આવ્યું.

ઘાટલોડિયાની જીત તેમને ફળશે

ઘાટલોડિયાની જીત તેમને ફળશે

ચોથીવાર તેઓ ઘાટલોડિયાથી ચૂંટણી જીત્યા છે. ડિસેમ્બર 2012માં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેમની પાસે મહત્વના ખાતા છે. આ બેઠક તેમને ફળી શકે એમ છે કારણ કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પ્રબળ દાવેદાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X