ગેરકાયદેસર વીજ કનેકશનથી પાંચ વર્ષના માસુમનું મોત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી ન્યુકોટન પોલિસ ચોકી પાસે આવેલ સિધ્ધીવિનાયક કોમપલેક્ષ ની દુકાન આકાશ પાન પાલઁર માથી લીધેલ વીજ કનેકશનનો વાયર તરબૂચ તેમજ ફુટઁ જયુસના ઉભા કરેલ લોખંડ ના થાંભલામા અડતા તેમજ તેના વીજકરંટ થી પાસે લારી ઉભી રાખી કપડા વેચતા નટવરભાઈ દંતાણીનો પાંચ વષઁનો બાળક તેનો ભોગ બન્યો. ગત રાતે લારીની વસ્તી કરવા દરમ્યાન આ બાળક તે થાંભલાને અડતા વીજ શોકથી તેનુ સિવિલમા સારવાર દરમ્યાન મોત નીપજીયુ. પોલિસએ કાર્યવાહી હાથ ધરી ટોરેન્ટ પાવર કંપનીએ તત્કાલ તે દુકાન સહિત આસપાસની દુકાનોમાથી અનધિકૃત રીતે વપરાતા વીજ કનેકશનોનો પાવર બંધ કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

ahmedabad

અમદાવાદ શહેર માં હાલ 1000 થી વધારે શેરડી અને ફળોના સ્ટોલ લાગ્યા છે ત્યારે મોટાભાગ ના સ્ટોલ માં આ રીતે ગેરકાયદેસર રીતે વીજ કનેકશન લઈને લાઈટ લેવામાં આવી છે. જો પોલીસ અને ટોરેન્ટ પાવર દ્વારા આ અંગે ગંભીરતા પૂર્વક તપાસ કરવામાંઆવે તો ઘણા ગેરકાયદેસર કનેકશન નો પર્દાફાશ થઈ શકે તેમ છે.

હાલ તો એક ગરીબ માણસે તેના પાંચ વર્ષના દીકરા ને ગુમાવ્યો છે ત્યારે તંત્ર ની એ પણ જવાબદારી છે કે હવે કોઈ માસુમનો જીવ ના જવો જોઈએ. ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો આપનાર ને સામાન્ય દંડ ફટકારી ને આ પ્રશ્ન નો નિવેડો નહિ લાવી શકાય તે પણ કડવી હકીકત છે.

English summary
5 year old child dies due to illegal power connection

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.