For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચુંટણી: 5,000 કરોડ રૂપિયાનો સટ્ટો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

congress-bjp-glambing
અમદાવાદ, 14 ડિસેમ્બર: ગુજરાતની ચુંટણીએ સટ્ટાબજારને ગરમ કરી દિધું છે. આ ટર્નઓવર 5,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હોવાના સમાચાર છે. સટ્ટેબાજોના જણાવ્યા મુજબ ભાજપને 100થી વધારે સીટો મળવાની સંભાવના છે. 2011ના કિક્રેટ વર્લ્ડ કપ દરમિયાન સટ્ટાબજાર આટલું ગરમ બન્યું હતું. વર્લ્ડકપ દરમિયાન 60,000 કરોડથી વધુ દાવ પર લાગ્યાં હતા. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ગુજરાતમાં આ અંડરકવર માર્કેટને આશા છે કે કોંગ્રેસને 70થી વધુ સીટો મળવાની આશા છે.

બુધવારે સાંજે ભાજપની ઓછામાં ઓછી 100 સીટોનો ગોઇટ રેટ 14 પૈસા હતો. એનો અર્થ એ થયો કે ભાજપને 100થી વધારે સીટો મળતાં 100 પૈસાની બદલે 14 પૈસા મળશે 114 પૈસા મળશે એટલે 14 ટકાનો સીધો નફો રહેશે. કોંગ્રેસ દ્રારા 70 સીટો પર વિજય મેળવતાં સટ્ટેબાજ ગોઇંગ રેટ 500 કોટ કરી રહ્યાં છે એટલે કે 182 સભ્યોવાળી વિધાનસભામાં જો કોંગ્રેસને 70થી વધુ સીટો મળે છે તો સટ્ટાખોરો આવા દાવા લગાવનારને 500 ટકાનું રિટર્ન આપશે.

અમદાવાદામાં ઓપરેટ કરવાર એક સટ્ટાખોરે જણાવ્યું હતું કે બેટીંગ માર્કેટનું માનવું છે કે કોંગ્રેસને 65-70 સીટો પર જીત મેળવવી લગભગ અશક્ય છે. અને તે માટે સટ્ટાખોરો કોંગ્રેસની 70 સીટો જીતવાની સંભાવનાને 500-600 પૈસા સુધી કોટ કરી રહ્યાં છે.

જો કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ગુજરાત ચુંટણી પ્રચારમાં એન્ટ્રી બાદ કોંગ્રેસની સ્થિતી થોડી સુધરતી જોવા મળી રહી છે. 2007માં ભાજપ સરકાર બનવા પર 15 પૈસા દાવ પર લાગી રહ્યાં હતા, જે ચુંટણી નજીક આવતાં 40 પૈસા સુધી પહોંચી ગયો હતો. જો કે આ ભાવ કોઇપણ પ્રકારના સંકેત આપતાં નથી કે નરેન્દ્ર મોદી સત્તામાં નહી આવે.

ગત વિધાનસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીને 117 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 59 સીટો મળી હતી. ગત વખતે સટ્ટાખોરોનું ટર્નઓવર 4,000 કરોડની આસપાસ રહ્યું હતું. જોકે બીજા તબક્કાના મતદાન (17 ડિસેમ્બર) સુધી 5,000 કરોડ રૂપિયાને આંબી જવાની સંભાવના છે.

અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય મુંબઇ, દિલ્હી અને લખનઉ જેવી જગ્યાએ સટ્ટાખોરો એક્ટિવ છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસી નેતાઓની સ્થિતી એકદમ ખરાબ છે. સટ્ટાખોરોને આમાં કોંગ્રેસમાં સફાયો થવાની સંભાવના વ્યક્ત કરી છે. કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી કોંગ્રેસના વોટબેંકમાં ભાગલા પાડી શકે છે.

English summary
Most politicians, industrialists, traders, journalists and fixers rely a lot on the rates of the illegal Satta Bazaar to determine reliably who is winning and who’s losing in the polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X