• search

ગુજરાતમાં આપના સાત ઉમેદવારો દાનમાં મળ્યા માત્ર 10 રૂપિયા!

By Kumar Dushyant

અમદાવાદ, 14 એપ્રિલ: કોંગ્રેસ અને ભાજપ પર 'મૂડીવાદ સાથે સાંઠગાઠ'ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવાની સાથે ચૂંટણી મેદાનમાં કુદેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 'તંગી'નો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં તેના સાત લોકસભા ઉમેદવારોને ચૂંટણી ફંડમાં માત્ર દસ રૂપિયા મળ્યા છે.

પાર્ટીની આધિકારિક વેબસાઇટના અનુસાર, આણંદ સીટ પરથી આપના રાવજી પરમાર, છોટા ઉદેપુરથી અર્જુન રાઠવા, દાહોદથી કે સી મુનિયા, જામનગરથી રાજેન્દ્ર ઝાલા, ખેડાથી લાભૂ બાધીવાલા, મહેસાણાથી વંદના પટેલ અને નવસારીથી મેહુલ પટેલને ચૂંટણી દાન મુશ્કેલથી દશકના આંકડાને અડકી શક્યો છે.

સોના આંકડા સુધી પહોંચવામાં સફળ રહેનાર ઉમેદવારોમાં બનાસકાંઠાથી સંજય રાવલ (611 રૂપિયા), મનસુખ ઢોખી (100 રૂપિયા) અને સુરેન્દ્રનગર થી જેઠા પટેલ (733 રૂપિયા) સામેલ છે.

જૂનાગઢ લોકસભા સીટ પરથી અતુલ શેખડાને ચૂંટણી બજેટમાં 33,321 રૂપિયા છે અને આ પ્રકારે તે ચૂંટણી બજેટના મામલામાં પાર્ટીના અન્ય ઉમેદવારોના મુકાબલે ટોચ પર છે. ત્યારબાદ અમરેલીથી ઉમેદવાર નાથાલાલ સુખડિયાની પાસે 30, 977 રૂપિયા છે.

આપના ગુજરાતથી 24 લોકસભા ઉમેદવાર છે જેમાંથી 21 ઉમેદવારોને ચૂંટણી બજેટની જાણકારી પાર્ટી પાસે ઉપલબ્ધ છે. જો ગુજરાતમાં આપ પાર્ટીના બધા ઉમેદવારોના ચૂંટણી બજેટને જોડવામાં આવે તો આ કુલ 1.31 લાખ રૂપિયાની રકમ થાય છે.

આપના ઉમેદવારોનું માનવું છે કે ધનના અભાવે ચૂંટણી દરમિયાન સમસ્યા આવી રહી છે પરંતુ પાર્ટી કહી રહી છે કે તેમને સારું સમર્થન મળી રહ્યું છે. આપના આણંદથી ઉમેદવાર રાજીવ પરમાર કહે છે કે ' અમારી પાર્ટી નવી છે એટલા માટે વધુ ધન મળી રહ્યું નથી. અમારે ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પાર્ટી કાર્યક્રતાઓને પ્રચારમાં પોતાના પૈસા ખર્ચવા પડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે 'તેમની આસપાસ હાજર કેટલાક લોકો પાર્ટી કાર્યકર્તાઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરે છે તથા કેટલાક લોકો પોતાના કાર્યાલય પાર્ટી ગતિવિધિઓ માટે ઉપલબ્ધ કરાવ્યા છે.'' પટેલ કહે છે કે તે ગરીબોના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે એટલા માટે તે દાનની કોઇ વાત કરતા નથી.

મહેસાણા સીટ પરથી વંદના પટેલે શરૂઆતમાં કહ્યું હતું કે તેમને પુરતું ધન મળી રહ્યું છે પરંતુ તેમણે પાર્ટીની વેબસાઇટ વિશે અજ્ઞાનતા જાહેર કરી જેમાં જણાવવામાં આવ્યું કે તેમને ફક્ત દસ રૂપિયા મળ્યા છે. પટેલ કહી રહ્યાં છે કે 'અમારા શુભચિંતક અમને દાન આપી રહ્યાં છે પરંતુ ઘણીવાર આ જાણકારી પાર્ટી કાર્યાલયને મોકલી શકતા નથી. 'છોટા ઉદયપુરથી આપના ઉમેદવાર અર્જુન રાઠવા કહે છે કે તેમણે પણ ચૂંટણી બજેટમાં દસ રૂપિયા મળ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના નરેન રાઠવા, ભાજપના રામસિંહ રાઠવા તથા જેડીયૂના કિશોર વસાવા સાથે છે.

પરંતુ પાર્ટીના રાજ્ય પ્રવક્તા હરશિલ નાયક પૈસાની અછત અંગે મનાઇ કરે છે. તે કહે છે કે અમારી વેબસાઇટ અપડેટ થઇ નહી હોય અને બની શકે કે આ ફક્ત ઓનલાઇન મળનાર દાનને દર્શાવી રહી હોય.

English summary
The Aam Aadmi Party, which jumped into the electoral fray accusing Congress and BJP of favouring 'crony-capitalism', seems to be doing 'poorly' in Gujarat as seven of its Lok Sabha nominees have managed to get only Rs 10 as poll funds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more