મારી જીત માટે નહી, મોદીને હરાવવા માટે વોટ આપો: કેજરીવાલ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ:સોમવારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બનારસ માટે રવાના થશે. અરવિંદ કેજરીવાલ 12 મેના રોજ થનાર મતદાન સુધી બનારસમાં જ ડેરો નાખશે. આ દરમિયાન તે અમેઠીનો પ્રવાસ પણ કરશે જ્યાં રાહુલ ગાંધી વિરૂદ્ધ આપ દ્વારા કુમાર વિશ્વાસ ઉમેદવાર છે. નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે તેમણે 'કાશી પ્લાન' બનાવ્યો છે જેનો ખુલાસો તેમણે આજતક પર કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે કાશીના લોકોને પોતાની જીતના બદલે નરેન્દ્ર મોદીને હરાવવા માટે અપીલ કરશે. કારણ કે તેનાથી રાજકારણમાં હડકંપ મચી જશે. પછી સમુદ્ર મંથન બાદ નવા પ્રકારનું રાજકારણ સામે આવશે જેથી સ્પષ્ટ છબિવાળા નેતા સંસદ સુધી પહોંચશે. અરવિંદ કેજરીવાલ આજતક સાથેની વાતચીત કરી હતી.

મોદીને કેવી રીતે ફેંકશે પડકાર?

મોદીને કેવી રીતે ફેંકશે પડકાર?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'નરેન્દ્ર મોદીને હરાવવા માટે લોકો વોટ કરે. ખોટી વસ્તુઓને ખતમ કરવી પડશે. ખરાબ વસ્તુઓને ખતમ કરીશું ત્યારે જ સુંદરતા નિકળશે. અમેઠીમાં 30-35 વર્ષોથી ગાંધી પરિવારના સભ્યો જીતી રહ્યાં છે. શું મળ્યું લોકોને? તેમને કંઇ મળ્યું નથી. ગાંધી પરિવાર તો આ દેશ પર ક્યારથી આ દેશ પર રાજ કરે છે. શું મળ્યું છે અત્યાર સુધી? હું તેમને અપીલ કરીશ કે એકવાર તેમને હરાવીને જુએ, દેશનું રાજકારણ બદલાઇ જશે. ગાંધી પરિવારનો કોઇ સભ્ય હારી જશે તો રાજકારણમાં કમાલનો પરિવર્તન આવશે. કોંગ્રેસના ટુકડા-ટુકડા થઇ જશે. કોંગ્રેસ ખતમ થઇ જશે.

તો બનારસને ફરી એકવાર ચૂંટણીનો સામનો કરવો પડશે

તો બનારસને ફરી એકવાર ચૂંટણીનો સામનો કરવો પડશે

હવે વાત બનારસની. મોદીને જીતાડવાથી શું મળશે? 16 મેના રોજ પરિણામ આવશે અને 17 મેના રોજ તે રાજીનામું આપીને વડોદરા જતા રહેશે. મહિના બે વાર ચૂંટણી. બનારસને મહિનામાં બીજીવાર ચૂંટણી. બનારસને ફરી એકવાર ચૂંટણીનો સામનો કરવો પડશે. કંઇ મળવાનું નથી. હરાવીને જુઓ. હડકંપ મચી જશે. આ ક્રાંતિનો આગાઝ કરવા માટે હું વારાણસી જઇ રહ્યો છું. ત્યાંના લોકોને કહેવા જઇ રહ્યો છું કે તમે જ આ કરી શકો છો.

તો કોંગ્રેસ તૂટી જશે અને ભાજપ ખતમ થઇ જશે

તો કોંગ્રેસ તૂટી જશે અને ભાજપ ખતમ થઇ જશે

બનારસ ક્રાંતિઓની જનની રહી છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી હાર જશે તો ગજબ થઇ જશે. કોંગ્રેસ તૂટી જશે અને ભાજપ ખતમ થઇ જશે. સમુદ્ર મંથનથી નવા પ્રકારનું રાજકારણ નિકળીને આવશે. એક વર્ષ સુધી નાના-મોટા પક્ષો લડશે અને પરસ્પર લડશે. પછી એક વર્ષમાં બીજી ચૂંટણી થશે ત્યારે સારા લોકો જશે સંસદમાં. આ બંને જ પાર્ટી રાક્ષસ છે. આ રાક્ષસોને ખતમ કર્યા વિના દેશમાં નવા પ્રકારનું રાજકારણ ન આવી શકે.

મોદી વિરૂદ્ધ શું સમજાવશે લોકોને?

મોદી વિરૂદ્ધ શું સમજાવશે લોકોને?

તેમણે કહ્યું હતું કે મોદીને જીતાડવાથી શું મળશે અને હરાવવાથી શું મળશે. મોદીને જીતાડવાથી ચાર રોડ પણ વ્યવસ્થિત થવાના નથી. વધુ એક ચૂંટણી મળશે. પરંતુ હરાવવાથી હડકંપ મચી જશે. જે નવા પ્રકારની ક્રાંતિને જન્મ આપશે. તેનો શ્રેય વારાણસીના લોકોને જશે. ક્રાંતિ તો વારાણસીના લોહીમાં જ છે

શું હશે રણનીતિ?

શું હશે રણનીતિ?

તેમણે કહ્યું હતું કે નાની-નાની મીટિંગ. મોટી-મોટી રેલીઓ, પેમ્પલેટ વહેંચીશું. ઘરે-ઘરે જઇશું. વિરોધીઓને સમજાવીશું. જે પણ દેશનું ભલું ઇચ્છે છે તેનું અમારી પાર્ટીમાં સ્વાગત છે. આ દેશના લોકો સાર છે પરંતુ આપણે ગંદા રાજકારણનો શિકાર છીએ. તેને જ સાફ કરવાનું છે. જનસંવાદ માટે સભાનું આયોજન કરીશું. લોકોના પ્રશ્નો લઇશ અને તેનો જવાબ પણ આપીશ. ઘોર વિરોધી પણ આવીને પ્રશ્ન પૂછી શકે છે, પરંતુ શિષ્ટાચારમાં રહીને. મને મોતથી ડર લાગતો નથી. મારો જીવ હાજર છે. મને પોતાની ચિંતા નથી. પરંતુ ખતરો જનતંત્ર માટે છે.

શું અમેઠી પણ જશે?

શું અમેઠી પણ જશે?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'હું અમેઠી પણ જઇશ. 15 એપ્રિલના રોજ સવારે બનારસ પહોંચીશ. વચ્ચે-વચ્ચે અમેઠી પણ જઇશ. બંને વિસ્તારોને સમય આપીશ.'

જો બનારસથી હારી ગયા તો?

જો બનારસથી હારી ગયા તો?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'આ મારી હાર નહી હોય, હું મારા માટે ચૂંટણી લડી રહ્યો નથી. મારે સાંસદ બનવું હોત તો દિલ્હીની કોઇપણ સીટ પરથી ચૂંટણી લડત. વારાણસી જવાની શું જરૂરત હતી. હાર થઇ તો દેશની હાર છે અને જીત્યો તો દેશની જીત છે.'

English summary
Aam Aadmi Party leader Arvind Kejriwal leaves on Monday by train for Varanasi to take on BJP's prime ministerial candidate Narendra Modi in the Lok Sabha election, party sources said on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X