કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૭૪૩.૭૬ લાખની સહાય ચૂકવવામાં આવી
કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૬૧૯૮ અરજીઓ મંજુર કરી ૭૪૩.૭૬ લાખની સહાય ચૂકવાઈ. આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં આપી.

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૬૨૧૫ અરજીઓ મળી, જેમાંથી ૬૧૯૮ અરજીઓ મંજૂર કરાઈ
આ યોજના અંતર્ગત લાભાર્થીઓને છેલ્લાં એક વર્ષમાં ૭૪૩.૭૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૦૫૯ અરજીઓ મંજૂર કરી ૧૨૬.૬૦ લાખની સહાય ચૂકવાઇ છે, જ્યારે માળિયા અને કેશોદ તાલુકામાં અનુક્રમે ૯૮૭ અને ૯૧૩ અરજીઓ મંજૂર કરાઇ છે. જેમાં ૧૧૮.૪૪ લાખ તથા ૧૦૯.૩૨ લાખની સહાય ચૂકવાઇ છે.












Click it and Unblock the Notifications
