For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં માસ્ક ના પહેરનારા 874 લોકોને 1.90 લાખનો દંડ

અમરેલીમાં માસ્ક ના પહેરનારા 874 લોકોને 1.90 લાખનો દંડ

By Staff
|
Google Oneindia Gujarati News

ગત 18 તારીખથી લૉકડાઉનના ચોથા તબકકાની શરૂઆત થઈ ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ લૉકડાઉન 4.0 નવા રંગરૂપો વાળું છે. જેમાં થોડા સુરક્ષા નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે અને લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. કંટેનમેન્ટ જોન સિવાયના બાકીના બધા જ ઝોનમાં મોટેભાગે બિઝનેસ- વેપાર, ખેતી, વગેરે પ્રવૃત્તિને મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ સાંજના સાતથી સવારના સાત સુધી સખત કર્ફ્યૂ લગાવી દીધું છે. અને જે લોકો માસ્ક ના પહેરે તેને તથા જાહેરમાં થુકે તેમના પર 200 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Coronavirus

અમરેલી જિલ્લામાં 3 દિવસમાં માસ્ક ના પહેરનારા 874 લોકોને 1,90,200નો દંડ ફટકારવામાં આવ્યો છે. અમરેલી તાલુકામાં 67 ગ્રામ પંચાયતો દ્વારા માસ્ક ના પહેરવા બદલ આજદિવસ સુધીમાં 127 વ્યક્તિ પાસેથી 22,600 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે જ્યારે આ નિયમના ભંગ બદલ કુંકાવાવ તાલુકાના 45 ગ્રામ પંચાયતો દ્વારા 58 વ્યક્તિઓ પાસેથી 23800 રૂપિયા જેટલો દંડ વસૂલ્યો છે.

આ ઉપરાંત હોમકોરેન્ટાઈન કરેલા લોકો પર ખાસ દેખરેખ રાખવા માટે ખાસ ફ્લાઈંગ સ્ક્વૉડની રચના કરવામાં આવી છે. આ ફ્લાઈંગ સ્ક્વૉડ દ્વારા પાણીયા ગામમાં હોમકોરેન્ટાઈન કુટુંબોની રેન્ડમ તપાસ દરમિયાન ગામમાં માસ્ક વિના ફરતા સાત ગ્રામજનોને કોરોના યોદ્ધા સમિતિ દ્વારા વ્યક્તિદીઠ 200 રૂપિયા સહિત કુલ 1400નો દંડ ફટકારી ગામના તલાટી કમ મંત્રી દ્વાા પહોંચ આપવામાં આવી હતી.

જામનગરમાં ડેન્ગ્યુનો કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ, દવાનો છંટકાવ કરાયોજામનગરમાં ડેન્ગ્યુનો કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ, દવાનો છંટકાવ કરાયો

English summary
874 people of amreli fined 1.90 lakh for not wearing mask
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X