For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનથી આવીને વસેલા લોકો પણ લોકસભા ચૂંટણીમાં વોટ આપશે

લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં વસેલા પાકિસ્તાની મૂળના લોકો પણ વોટ આપી શકશે. અહીં કચ્છમાં વસેલા 89 લોકોને પહેલીવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં વસેલા પાકિસ્તાની મૂળના લોકો પણ વોટ આપી શકશે. અહીં કચ્છમાં વસેલા 89 લોકોને પહેલીવાર મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. તેઓ પાકિસ્તાનથી ભાગીને ભારતમાં દાખલ થયા હતા અને કચ્છને પોતાનું રહેઠાણ બનાવ્યું. સરકારે 2016 દરમિયાન આ વિસ્તારના આવા 176 લોકોને ભારતની નાગરિકતા આપી હતી. ત્યારપછી 2017 દરમિયાન 26, 2018 દરમિયાન 46 અને વર્ષ 2019 ચૂંટણીમાં 89 લોકોને ભારતીય નાગરિક તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: 7 એપ્રિલે ભાજપ જાહેર કરી શકે છે પોતાનું ઘોષણાપત્ર

ભારતીય નાગરિકતા સાથે આ સુવિધા પણ આપવામાં આવી

ભારતીય નાગરિકતા સાથે આ સુવિધા પણ આપવામાં આવી

અધિકારીઓ અનુસાર, કચ્છમાં આવીને વસેલા પરિવારને પહેલીવાર સાંસદ પસંદ કરવાનો અધિકાર મળ્યો છે. અહીં કલેક્ટર પાસે હજુ પણ 23 અરજીઓ પડી છે, જેમાં ભારતની નાગરિકતા માંગવામાં આવી છે. જેમને નાગરિકતા મળી ચુકી છે તેમને ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, લાઇસન્સ અને આધાર કાર્ડ સહીત બીજા બધા કાર્ડ ભારતની નાગરિકતા માટે આપવામાં આવ્યા છે.

નાગરિકતા નહીં મળવા પર ઘણી તકલીફો વેઠવી પડી

નાગરિકતા નહીં મળવા પર ઘણી તકલીફો વેઠવી પડી

જણાવવામાં આવી રહ્યું છે કે કચ્છમાં રહેનાર કેટલાક શરણાર્થીઓ એવા પણ છે, જે 1971 યુદ્ધ પછી આવ્યા હતા. વર્ષ 2016 દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જિલ્લા કલેક્ટરને નાગરિકતા આપવાની નીતિને નરમ કરવા માટે કહ્યું આ કારણે કચ્છમાં 89 લોકોને ભારતની નાગરિકતા મળી.

ગુજરાતમાં કુલ વોટરોની સંખ્યા 4.50 કરોડને પાર

ગુજરાતમાં કુલ વોટરોની સંખ્યા 4.50 કરોડને પાર

ચૂંટણી આયોગના નવા આંકડા અનુસાર 10,50,407 નવા મતદાતાઓ જોડાયા છે. એટલે કે અહીં લોકસભા ચૂંટણીમાં પહેલીવાર 10 લાખ યુવા વોટરો મતદાન કરી શકશે. રાજ્યમાં કુલ વોટરોની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે. ગુજરાતમાં 4.51 કરોડ મતદાતાઓ થઇ ગયા છે. આ વોટરોની સાથે હવે પાકિસ્તાનથી આવીને વસેલા હિન્દૂ શરણાર્થીઓ પણ ભારતીય નાગરિક તરીકે લોકસભા ચૂંટણીમાં ભાગ લેશે.

English summary
89 applicants from Pakistan became Indian voter in kutch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X