For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2019: 7 એપ્રિલે ભાજપ જાહેર કરી શકે છે પોતાનું ઘોષણાપત્ર

ભારતીય જનતા પાર્ટી 7 એપ્રિલે પોતાનું ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે યોજાનારા પહેલા તબક્કાના મતદાનમાં એક અઠવાડિયાથી ઓછો સમય રહી ગયો છે. રાજકીય દળોનો પ્રચાર જોર પકડી ચૂક્યો છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ઘોષણાપત્ર પર જલ્દી આવી શકે છે. લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના ઘોષણાપત્રમાં મોડુ થવા પર ઘણા વિપક્ષો સવાલ ઉઠાવતા રહ્યા છે. આ પહેલા કોંગ્રેસે 2 એપ્રિલે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યુ હતુ.

7 એપ્રિલે ભાજપ જાહેર કરી શકે છે ઘોષણાપત્ર

7 એપ્રિલે ભાજપ જાહેર કરી શકે છે ઘોષણાપત્ર

ભારતીય જનતા પાર્ટી 7 એપ્રિલે પોતાનું ચૂંટણી ઘોષણા પત્ર જાહેર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને અન્ય મોટા નેતાઓની હાજરીમાં ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે. ભાજપની 20 સભ્યોની ઘોષણાપત્ર સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરી રહ્યા છે. આ સમિતિમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, નિર્મલા સીતારમણ, પીયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ શામેલ છે. આ પેનલમાં 15 પેટા સમિતિઓ છે.

11 એપ્રિલે છે પ્રથમ તબક્કાનું મતદાન

11 એપ્રિલે છે પ્રથમ તબક્કાનું મતદાન

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે 7 એપ્રિલે પોતાના ઘોષણાપત્ર ‘સંકલ્પપત્ર' જાહેર કર્યુ હતુ. આ દરમિયાન નવ તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી માટે પહેલા રાઉન્ડનું મતદાન હતુ. જો કે આ વખતે ચૂંટણી કમિશને નિર્દેશ આપ્યા છે કે કોઈ પણ પક્ષ મતદાનના 48 કલાકની અંદર પોતાનું ઘોષણાપત્રા જાહેર નથી કરી શકતી.

ઘોષણાપત્રમાં વિલંબ પર સપા અધ્યક્ષે સાધ્યુ હતુ ભાજપ પર નિશાન

ઘોષણાપત્રમાં વિલંબ પર સપા અધ્યક્ષે સાધ્યુ હતુ ભાજપ પર નિશાન

ભાજપના ઘોષણાપત્રમાં વિલંબ પર વિપક્ષી દળોએ કટાક્ષ કર્યો હતો. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. અખિલેશ યાદવે ટ્વીટ કર્યુ હતુ, ‘વિકાસ પૂછી રહ્યો છેઃ પ્રધાનમંત્રીજીના અચ્છે દિન વાળુ ઘોષણાપત્ર શઉં ચૂંટણી બાદ આવશે? આ વખતે તો ભાજપવાળા પણ એકબીજાને નથી કહી શકતા કે અચ્છે દિન આવવાના છે તો ભલા જનતાને શું કહેશે. ભાજપની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે.'

આ પણ વાંચોઃ 'ઘર સે નીકલતે હી' દ્વારા જાણીતી બનેલી મયૂરીને ગૂગલ ઈન્ડિયામાં મળી મોટી તકઆ પણ વાંચોઃ 'ઘર સે નીકલતે હી' દ્વારા જાણીતી બનેલી મયૂરીને ગૂગલ ઈન્ડિયામાં મળી મોટી તક

English summary
bjp likely to release its election manifesto on April 7
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X