આજે રાજ્યના 3 હજાર કેન્દ્રો પર 9.53 લાખ ઉમેદવારો જુનિરય ક્લાર્કની પરીક્ષા આપશે,

રવિવાર 9 એપ્રિલના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર કલાર્કની પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં રાજ્યભરમાથી 9.53 લાખ ઉમેદવારો 3 હાજર પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આવશે. જાન્યુઆરીમાં પરીક્ષા થોડા કલાકો પહેલાજ પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષાને તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ પૂર્વ આપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં આ પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યુ છે. ઉમેદવારોને પ્રથમ વખત 254 રૂપિયાનું મુસાફરી ભથુ પણ આપવામાં આવ્યુ છે.

HASMUKH PATEL

પરીક્ષમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ના થયા તે માટે તમામ પ્રકારના પગલા લેવાામાં આવ્યા છે. આ પરીક્ષાનો સમય 12:30 વાગ્યાનો છે. પરંતુ ઉમેવદદારોએ પરીક્ષાના સમય પહેલા 11.45 પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોચી જવાનું રહેશે ત્યાર પાદ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહી. ઉમેદવારોનું ફિસ્રિંગ થઇને 12 વાગ્યે કલાસરુમાં પ્રવેશ આપવામાં આવશે. 12:45 પરીક્ષાર્થીઓને ઓએમઆર સીટ આપવામાં આવશે. મોડા આવનાર ઉમેદવારનો પ્રવેશ આપવામાં આવશે નહી.

આ મામલે હસમુખ પટેલ જણાવ્યુ હતુ કે, પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે તમામ ઉમેદવારો પર નજર રાખવામાં આવશે. સુપરવાઇઝર અન્ય સ્ટાફને બોર્ડી વોર્ન કેમેરા આપવામાં આવશે. આ ઉપરાંત દરેક કેન્દ્ર કલાસરુમ અનેલોબીમાં પણ સીસીટીવ કેમરા લગાવામાં આવ્યા છે. જેનું સતત મોનિટરિગ કરવામાં આવશે. કેન્દ્રની અંદર અને બહાર કોઇ ગેરરીતિ ના થાય તે માટે કેન્દ્રની અંદર અને બહાર 500થી વધુ ફ્લાઇગ સ્કવોડ કાર્યરત કરવામાં આવશે. દરેક જિલ્લામાં પ્રશ્ન પત્ર માટે સ્ટોંગ રુમ બનાવામાં આવ્યા છે. જ્યાં જિલ્લા કલેક્ટર ડીએસપી અે ડીડીઓની ઉપસ્થિતિમાં પ્રશ્ન પત્ર લાવવામાં આવ્યા છે અને સ્ટ્રોંગ રુમાં સીલ કરી બહાર પોલીસ પહેરો ગોઠવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ સહિત કેન્દ્ર પરના તમામ સ્ટાફના મોબાઇલ ફોન લઇ લેવામાં આવશે. ઉત્તરવાહીઓ સ્ટ્રોગ રૂમમાં લઇ જવામાં આવશે ત્યાર બાદ જ તેમને મોબાઇલ ફોન પરત કરવામાં આવશે.

પરીક્ષાને ધ્યાનમાં રાખીને એસ્ટટી વિભાગ દ્વારા પણ 6000 જેટલી બસોની વ્યવસ્થા કરરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન પર પણ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. રીક્ષા ચાલકને ઉમેદવારો પાસેથી વધારે ભાડુ નહી વસુલવા જણાવાયુ છે. સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ઉમેદવારોના રહેવા જમાવાની પણ વ્યવવસ્થા કરવમાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X