For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોલર રૂફટૉપ યોજનામાં ગુજરાત નંબર 1, ઉર્જામંત્રીનો દાવો - દેશની 90% સોલર સિસ્ટમ આ રાજ્યમાં લાગી

સોલર રૂફટૉપ યોજનામાં દેશના ઘણા રાજ્યો સક્રિય છે. આ રાજ્યોમાં ગુજરાત એવુ રાજ્ય છે જેણે સોલર રુફટૉપ પર સૌથી વધુ કામ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ સોલર રૂફટૉપ યોજનામાં દેશના ઘણા રાજ્યો સક્રિય છે. આ રાજ્યોમાં ગુજરાત એવુ રાજ્ય છે જેણે સોલર રુફટૉપ પર સૌથી વધુ કામ કર્યુ છે. આ સોલર રુફટૉપ યોજનામાં બાકી રાજ્યોથી આગળ છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે ગુજરાતની સોલર રુફટૉપ યોજનાની પ્રશંસા કરી છે અને બાકીના રાજ્યોને પણ ગુજરાત મૉડલ અપનાવવાનો હુકમ આપ્યો છે. ગુજરાતના ઉર્જામંત્રીનો ત્યાં સુધી દાવો છે કે લગભગ 90% સોલર સિસ્ટમ ગુજરાતમાં જ લગાવ્યા છે.

સોલર રુફટૉપ યોજનામાં ગુજરાત સૌથી આગળ

સોલર રુફટૉપ યોજનામાં ગુજરાત સૌથી આગળ

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યુ કે ગુજરાત સરકારે વર્ષ 2019માં કેન્દ્ર સરકારના સહયોગથી સોલર રુફટૉપ સ્કીમની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યુ કે છેલ્લા 2 વર્ષોમાં અહીં 932 મેગાવૉટ વિજળી માટે 1500 કરોડ રૂપિયાની યોજના સ્વીકૃત કરવામાં આવી છે. આ પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન એનર્જી, ક્લીન એનર્જીના સ્લોગનને સાકાર કરી રહી છે. આપણી સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં સૌર ઉર્જાના ક્ષેત્રમાં ઘણા આયામ સ્થાપિત કરી ચૂકી છે. ગુજરાતમાં મંત્રીના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષોમાં 2,37,872 વિદ્યુત ગ્રાહકોએ 920 મેગાવૉટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ જેમાં 750 મેગાવૉટ વિદ્યુત ઉત્પાદનનો આરંભ થઈ ગયો છે.

ગુજરાતમાં જ દેશનો પહેલો રોડ સોલર પ્રોજેક્ટ

ગુજરાતમાં જ દેશનો પહેલો રોડ સોલર પ્રોજેક્ટ

દેશના પહેલા રોડ સોલર પ્રોજેક્ટનુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં લોકાર્પણ થયુ હતુ. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ રોડ પર તૈયાર કરવામાં આવેલ રુફટૉપ સોલર પાવર પ્લાન્ટને લૉન્ચ કર્યો. તેમણે જણાવ્યુ કે અહીં દર વર્ષે 14 લાખ યુનિટ વિજળીનુ ઉત્પાદન થશે. આ પ્લાન્ટ દ્વારા રોજના લગભગ 3930 યુનિટ વિજળી જનરેટ થશે. તેમણે કહ્યુ કે આ પ્રોજેક્ટ પર 27.4 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. અધિકારીઓનુ કહેવુ છે કે હવે આના દ્વારા વિજળીનો 87 લાખ રૂપિયાનો ખર્ચ પણ બચશે.

27.4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો પ્લાન્ટ

27.4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો પ્લાન્ટ

તમને જણાવી દઈએ કે વડોદરામાં રોડ સોલર પ્રોજેક્ટ પ્લાન્ટ દાંડીયા બજારમાં ચાર રસ્તાતી ચકોટ તરફ જતા રેલવે બ્રીજ સુધી છે. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સુધીર પટેલે રુફટૉપ સોલર પ્લાન્ટ વિશે માહિતી આપીને કહ્યુ કે તે 27.4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે.

English summary
90% of the solar systems have been installed in Gujarat claims Energy Minister of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X