For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50થી વધુ લોકો સાથે જઈ રહેલી બસ સાપુતારા ખાબકી, 2 લોકોના મોત!

ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક બસ બેકાબૂ થઈને ખીણમાં પડી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલીસે બચાવ કામગીરી શરૂ કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

સાપુતારા : ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક બસ બેકાબૂ થઈને ખીણમાં પડી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલીસે બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાં 50 થી વધુ મુસાફરો સવાર હોવાનું કહેવાય છે, જેમાંથી ઘણા ઘાયલ છે. હાલમાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

Saputara

સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં બે મહિલાઓના મોત થયા છે.

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડાંગ જિલ્લાના સાપુતારા પાસે 50 થી વધુ મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી હતી. આ પછી, સ્થાનિક લોકોની મદદથી પોલીસે બચાવ કામગીરી શરૂ કરી. અત્યારે તેમનું સમગ્ર ધ્યાન ઘાયલ મુસાફરોને બહાર કાઢવા પર છે. ટાયર ફાટવાના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ જિલ્લાની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

English summary
A bus carrying more than 50 people fell into a ravine near Saputara, killing 2 people!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X