For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહુવા તાલુકાના ઓથા ગામના વિકાસ માટે વતન પ્રેમ યોજના હેઠળ 2 કરોડ રૂપિયાનું દાન

ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ મહુવા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન બાદ મહુવા તાલુકાના ઓથા ગામે નવનિર્મિત થયેલ અમૃત સરોવરના લોકાર્પણ માટે પહોંચ્યાં હતાં. ઓથા ગામના મર્હુમ ખાનભાઈ દાદનભા

|
Google Oneindia Gujarati News

ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ મહુવા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન બાદ મહુવા તાલુકાના ઓથા ગામે નવનિર્મિત થયેલ અમૃત સરોવરના લોકાર્પણ માટે પહોંચ્યાં હતાં. ઓથા ગામના મર્હુમ ખાનભાઈ દાદનભાઈના દીકરા ફારુકભાઈ બી. સેલોત દ્વારા રૂ. ૩૫ લાખના ખર્ચે આ 'અમૃત સરોવર' નિર્માણ કરીને સરકારને સમર્પિત કરવામાં આવ્યું છે જેનું મંત્રીએ આજે લોકાર્પણ કર્યું હતું.

Bhupendra Patel

મંત્રીની ઉપસ્થિતિમાં આ ગામના જ અને સુરતમાં સ્થાયી થયેલા માંગુકિયા મનુભાઈ વીરજીના પુત્રો મથુરભાઈ અને રાહુલભાઈએ ગામમાં વિવિધ વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવાં માટે 'વતન પ્રેમ યોજના' હેઠળ રૂ. બે કરોડનું દાન ચેકના સ્વરૂપમાં મંત્રીને હાથોહાથ સુપ્રત કર્યું હતું.

મંત્રીએ આ અવસરે જણાવ્યું કે, સરકારના કાર્યમાં ખભેખભો મિલાવીને કાર્ય કરનાર અને સમાજ ઉપયોગી કાર્યો કરનાર આવાં વતનપ્રેમી લોકોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

આવા સત્કાર્યો માટે હંમેશાં આવી ઉમદા સખાવત મળતી રહે છે. રાજ્ય સરકારનો પણ આ માટે જ્યારે અને જ્યાં સહયોગ જોઈએ તે મળતો રહ્યો છે. રાજ્ય સરકારની જ એક યોજના 'વતન પ્રેમ' હેઠળ આ જ્યારે દાન મળ્યું છે.ત્યારે આ દાન આપનારની દાતારીને જેટલા અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. આ અવસરે ફારુકભાઈ બી. સેલોત દ્વારા ગામની શાળામાં અભ્યાસ કરતાં ૬૦૦ બાળકોને અભ્યાસ કીટ આપીને સન્માનિત કર્યા હતાં.

૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રતા પ્રર્વે પ્રાથમિક શાળા થી અમૃત સરોવર સુધી તિરંગા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ૧૦૦ જેટલાં ફોર- વ્હીલર અને ૨૦૦ જેટલાં ટુ-વ્હીલર જોડાયાં હતાં.

English summary
A cheque of Rs 2 crore was handed over to Bhavnagar in-charge Kiritsingh Rana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X