For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ અને કોંગ્રેસને જાકારો અપાવવા AIMIM સાથે ગઠબંધન જરૂરી: છોટુ વસાવા

ભાજપ અને કોંગ્રેસને જાકારો અપાવવા AIMIM સાથે ગઠબંધન જરૂરી: છોટુ વસાવા

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદની પાર્ટી AIMIM હવે ગુજરાતમાં પગપેસારો કરી ચૂકી છે. અસાદુદ્દીન ઓવૈસીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી લઈ લીધી છે. આજે BTPના સાંસદ છોટુ વસાવા સાથે ઈમ્તિયાઝ જલીલની બેઠક યોજાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે અને તેને ધ્યાનમાં લઈ હવે ચૂંટણીલક્ષી રણનીતિઓ ઘડશે. હવે AIMIM અને BTP વચ્ચે ગઠબંધન થઈ જતાં ગુજરાતમાં આવીને ઈમ્તિયાઝે કહ્યું કે- ગુજરાત કોઈનો ગઢ નથી. BTP અને AIMIM સાથે રહી ગુજરાતના લોકોનો અવાજ બનશે.

BTP

ઉલ્લેખનીય છે કે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસાદુદ્દીન ઓવૈસીની AIMIM અને BTP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાઈ હતી. જેને લક્ષ્યમાં રાખી અસાદુદ્દીન ઓવૈસીએ ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ અલી અને વારિશ પઠાણને ગુજરાત મોકલ્યા. આ બંને નેતા ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓ સુરતમાં પણ કાર્યકરો સાથે બેઠક કરશે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

છોટુભાઈ વસાવાએ કહ્યું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બંને પક્ષો સાથે રહીને લડશે. ભાજપ અને કોંગ્રેસને જાકારો આપવા માટે આ ગઠબંધન જરૂરી છે.

આ પણ વાંચો- આમ આદમી પાર્ટી યુપી-ઉત્તરાખંડ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ લડશે

જણાવી દઈએ કે બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરતી વખતે છોટુભાઈ વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'સરકાર જ નક્સલવાદી છે, કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે.' ખેડૂતો મુદ્દે પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'એક મહિનો થયો, કોર્પોરેટ સેક્ટર સરકારને ગાઈડ કરે છે. સરકાર ઉદ્યોગોના હાથનું રમકડું બની ગયું છે.'

English summary
A coalition of AIMIM and BTP is needed to defeat BJP and Congress in gujarat: Chhotu Vasava
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X