મોડી રાત્રે અંકલેશ્વર GIDC માં ખાનગી કંપનીમાં લાગી ભયંકર આગ, ફાયરનો ટીમો ઘટના સ્થળે દોડી આવી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અથર્વ એન્ટરપ્રાઇઝમાં ગતરોજ મોડી રાત્રે ભયંકર આગ ફાટી નીકળતા અગ્નિશામકની ટીમો દોડતી થઈ હતી

અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક સાત ટાંકી પાસે આવેલ અથર્વ એન્ટરપ્રાઇઝમાં ગતરોજ મોડી રાત્રે ભયંકર આગ ફાટી નીકળી હતી. કંપનીના ગોડાઉનમાં રહેલ સોલ્વન્ટના ડ્રમ એક બાદ એક હવામાં ઉડતા નજરે પડ્યા હતા.અંકલેશ્વર ડી.પી.એમ.સી,પાનોલી જી.આઇ.ડી.સી,ઝગડીયા જી.આઇ.ડી.સી,અંકલેશ્વર નોટીફાઇડ સહિત ખાનગી કંપની ના ૧૨ થી ૧૫ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

fire

અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક એકમમાં કાર્યરત ૧૦૦૦ કરતાં વધુ નાની-મોટી ડાયસ,ફાર્મા,કેમિકલ સહિત ઇન્ટરમિડીયેટની કંપનીઓમાં અકસ્માતમાં કામદારોના મોત ઉપરાંત આગ લાગવાના બનાવો બનતા હોય છે. શનિવારે મોડી રાત્રે ૧૨:૧૫ વાગ્યે આસપાસ અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ સાત ટાંકી નજીક પ્લોટ નંબર:- જે-૫૨૩૧ (J-5231) પર આવેલ અથર્વ એન્ટરપ્રાઇઝમાં ભયંકર આગ ફાટી નીકળી હતી.આગે ગણતરીના મીનીટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અગ્નિશામકની ટીમો દોડતી થઈ હતી.

ધટનાને જોનારે જણાવ્યા પ્રમાણે કંપનીના ગોડાઉનમાં રહેલ સોલ્વન્ટના ડ્રમ એક બાદ એક હવામાં ઉડતા નજરે પડ્યા હતા જે જોતા એક તબક્કે ઉપસ્થિત લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા.તો આગની જ્વાળાઓ વચ્ચે ધુમાડા રાજપીપળા ચોકડી સુધી જોવા મળ્યા હતા.અંકલેશ્વર ડી.પી.એમ.સી,પાનોલી જી.આઇ.ડી.સી,ઝગડીયા જી.આઇ.ડી.સી,અંકલેશ્વર નોટીફાઇડ સહિત ખાનગી કંપનીના ૧૨ થી ૧૫ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી ૨ થી ૩ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.તો આગને પગલે કંપનીનું લોખંડનું ઉભું કરાયેલ કાટમાળ તેમજ મશીનરી બળીને ભસ્મ થઇ હતી.તો ૨૫-૩૦ ફુટ ઉંચે રહેલ પતરાનો શેડ આગ વચ્ચે નીચે પડતા કેટલોક ભાગ રોડ પર પડ્યો હતો.સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ જાતની જાનહાની નોંધાવા પામી નથી.જોકે કંપનીમાં સોલ્વન્ટ ડિસટિલેશન પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગત ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલ અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં પણ ભયંકર આગ ફાટી નીકળી હતી.જેમાં ૧૦ કરતા વધુ ફાયર ફાઈટરોની ટીમે ૩-૪ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.તો રાત્રે ગેસ ગળતર ની ઘટનાએ પાનોલી-સંજાલી-ઉમરવાડાના લોકોને ઘર છોડી ૫-૬ કલાક માટે હિજરત કરવા મજબૂર કરી દીધા હતા.જે બાદ અનેક લોકોએ આંદોલન ઉપરાંત કંપની સામે કાર્યવાહી માટે હોંશેહોંશે માંગ કરી હતી જોકે સમય જતા મામલો શાંત પડી ગયો હતો.ત્યારે હવે ઉદ્યોગોનો વિકાસ સાથે સુરક્ષાના નોર્મનું પણ પાલન થાય તે જરુરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X