For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકિય સફર પર એક નજર!

ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી નેૃતૃત્વ પરિવર્તનની વાતોનો ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા જ અંત આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ભુપેન્દ્ર પટેલના માથે મુકવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં લાંબા સમયથી ચાલતી નેૃતૃત્વ પરિવર્તનની વાતોનો ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા જ અંત આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ ભુપેન્દ્ર પટેલના માથે મુકવામાં આવ્યો છે. ભુપેન્દ્ર પટેલ એક જમીન સાથે જોડાયેલા નેતા છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ લીડ સાથે તેમને આનંદીબેનની સીટને રિપ્લેસ કરી હતી. ભુપેન્દ્રસિંહ આનંદીબેન પટેલના નજીકના નેતા માનવામાં આવી રહ્યા છે.

સૌથી વધુ મતથી જીત મેળવનારા ધારાસભ્ય

સૌથી વધુ મતથી જીત મેળવનારા ધારાસભ્ય

ભુપેન્દ્ર પટેલ ગુજરાતની રાજનીતિમાં વખતે ચર્ચામાં આવ્યુ, જ્યારે 2017 ની ચૂંટણીમાં તેમને રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. ભુપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી 1.17 લાખની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા. જો કે તેમ છત્તા તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ ન હતું.

ભુપેન્દ્ર પટેલની રાજકિય સફર

ભુપેન્દ્ર પટેલની રાજકિય સફર

1962 માં જન્મેલા ભુપેન્દ્રસિંહ સિવિલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા છે. ભુપેન્દ્રસિંહ પાટીદાર નેતા અને વિવાદો વગરનું નામ છે. તે સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે, એટલે કે પાટીદારોના પસંદગીના નેતા છે. ભુપેન્દ્રસિંહે મેમનગર નગરપાલિકના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે. ત્યારબાદ અમદાવાદ કોર્પોરેશનના સ્કૃલ બોર્ડના વાઈસ ચેરમેનની જવાબદારી પણ સંભાળી છે. આ ઉપરાંત 2010 થી 2015 સુધી તે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુુક્યા છે. તે બાત 2015 થી 2017 સુધી તેમને ઔડાના ચેરમેન તરીકે સેવા આપી છે. ત્યારબાદ આનંદીબેનની જગ્યાએ તેમને ભાજપે ટીકીટ આપી અને 2017 માં પહેલી વખત ધારાસભ્ય બન્યા બાદ તે માત્ર 4 વર્ષમાં મુખ્યમંત્રી પદ પર પહોંચ્યા છે.

આનંદીબેન જુથ ફરીથી સત્તામાં

આનંદીબેન જુથ ફરીથી સત્તામાં

આનંદીબેન પટેલની વિદાય બાદ ગુજરાતની રાજનીતીમાં નબળુ પડેલુ આનંદીબેન જૂથ હવે ફરીથી સત્તામાં આવ્યું છે. આનંદીબેન પટેલની વિદાય બાદ ગુજરાતમાં પાટીદારો પણ ગુજરાતમાં ખફા હતા ત્યારે હવે પાટીદાર ચહેરો મુકીને ભાજપે મોટો મેસેજ આપી દીધો છે. પાટીદારોનો ગુસ્સો ઓછો થતાની સાથે આનંદીબેન જૂથનું ગુજરાતની રાજનીતિમાં પાછા ફરવું બહુ મોટા સંકેતો આપે છે.

English summary
A look at the political journey of the new Chief Minister of Gujarat Bhupendra Patel!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X