ભાજપ કાર્યકર્તાની પાર્ટી છે,વાવાઝોડામાં પણ અડીખમ: સી.આર.પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગણતરીના મહિના જ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા મોટો લક્ષ્યને હાસલ કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે સરકાર અને સંગઠન સાથે મળીને રાત દિવસ એક કરી રહી છે. ભૂપેન્દ્ર પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગણતરીના મહિના જ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા મોટો લક્ષ્યને હાસલ કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે સરકાર અને સંગઠન સાથે મળીને રાત દિવસ એક કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે તો બીજી બાજુ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ભાજપના વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજ્યના જિલ્લાના પ્રવાસ કરી રહ્યા છે.

ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ આજે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે હતા. જ્યા સરપંચો સાથે બેઠક કરી તેમની સાથે વિવિદ મુદ્દે સંવાદ કર્યો હતો. ત્યાર બાદ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની મુલાકાત લીધી હતી જ્યાં સી.આર પાટીલનો રોડ સો યોજવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમમા ઉપસ્થિત રહી રાજકોટ જિલ્લાના કાર્યકરો અને પેજ સમિતિના સભ્યમાં નવી ઉર્જા નો સંચાર કરતું પેજ સમિતીનું સંમેલન યોજાયું. આ સંમેલન પહેલા જિલ્લાના કાર્યકરો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પેજ સમિતીના સભ્યોને સંબોધતા જણાવ્યું કે, આ કાર્યક્રમ પહેલા જે રીતે ભવ્યાતી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી તે બદલ દરેક કાર્યકરોનો આભાર. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની પાર્ટી છે. કાર્યકર્તા દ્વારા ચાલતી પાર્ટી છે અને એટલે એજ વાવાઝોડામાં પણા ખૂબ અડિખમ ભારતીય જનતા પાર્ટી ઉભી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આપણા દેશના રાષ્ટ્રપતી તરીકે પહેલી વાર આદિવાસી સમાજની બહેનને તક આપી.આજે પહેલી વાર આઝાદિ પછી જન્મ છે તેવા બહેનશ્રી દ્રૌપદી મુર્મુજી રાષ્ટ્રપતી બન્યા છે તેમની ભવ્ય જીત બદલ દરેક કાર્યકરને ખૂબ ખૂબ અભિનંદન.
સી.આર.પાટીલ વધુમાં જણાવ્યું કે, આજે રાષ્ટ્રપતીની ચૂંટણીમાં સૌથી વધુ મતોથી આપણા દેશના રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુજીએ ઔતિહાસીક જીત મેળવી છે તેમને ખૂબ સમર્થન મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સામાન્ય રીતે ગરીબ,મધ્યમવર્ગના લોકોને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ મળે તેના માટે પ્રયત્ન કરે છે. કાર્યકરો સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા મદદ કરે છે. આજે ભાજપની સરકાર દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે.
સી.આર.પાટીલ વધુમાં જણાવ્યું કે, દેશમાં કોરોના જેવી મહામારી સામે ભારચીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે રીતે જનતાજનાર્દનની સેવા કરી તેના કારણે જનતાના દિલમાં ભાજપના કાર્યકરોએ જગ્યા બનાવી છે. જનતાજનાર્દનની દરેક મુશ્કેલીમાં જો કોઇ રાજકીય પાર્ટી તેમના ખડે પગે હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે તે વાત કાર્યકરોએ પ્રસ્થાપિત કરી છે. દેશમા કોરોના મહામરીમાં વડાપ્રઘાનએ કોરોનાની રસી દેશની જનતાને ફ્રીમાં આપી કોરોના સામે રક્ષણ અપાવવામાં સફળ થયા. ભારતે આશરે 200 કરોડ વેકસિન ફ્રીમાં આપી છે તેમજ 80 કરોડ લોકોને આશરે 20 મહિનાથી ઉપર ફ્રીમા રાશન આપ્યું જેથી ભુખમરાથી કોઇ વ્યક્તિનું મોત થયુ નથી.
સી.આર.પાટીલ વધુમાં જણાવ્યું કે,આ દેશની જવાબદારી જો કોઇ રાજકીય પાર્ટી લઇ શકે તો તે એક માત્ર ભારતીય જનતા પાર્ટી છે બાકીના રાજકીયપક્ષો પ્રાદેશીક બની ગયા છે. કોંગ્રેસ આજે પ્રાદેશીક પાર્ટી છે પરિવારની પાર્ટી છે. આ દેશની ચિંતા કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દેશના લોકોના વિકાસની,સુરક્ષાની ચિંતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દરેક સમાજ અને દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવી છે.
સી.આર.પાટીલ વધુમાં જણાવ્યું કે,આવનાર ડિસેમ્બર મહિના પહેલા દરેક કાર્યકર સક્રિય થઇ જાય કેમ કે કોઇ રેવડી વાળો આવશે તો આ દેશ અને રાજયમા શ્રીલંકા જેવી પરિસ્થિતી કરવાનો પ્રયત્ન કરશે. કોઇ રેવડીવાળો લાલચ આપણી ગુજરાતની ભોળી જનતાજનતાર્દનને છેતરે નહી તેના પ્રયત્ન દરેક કાર્યકરે કરવાના છે.












Click it and Unblock the Notifications
