For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેકાના ભાવે ચણાની ખરીદી 25 ટકાથી વધારીને હવે 40 ટકા કરવા ગુજરાત સરકારની કેન્દ્રને રજુઆત

ગુજરાત સરકારે ટેકાના ભાવે કરાતી ચણાની ખરીદી વધારવા કેન્દ્ર સરકારને રજુઆત કરાઈ છે. હાલ 25 ટકા ચણાની ખરીદી કરાય છે ત્યારે હવે રાજ્ય સરકારે 40 ટકા કરવા રજુઆત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : દર વર્ષે સરકાર રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે. હવે ગુજરાત સરકારે રાજ્યમાં ટેકાના ભાવે ચણાના કુલ ઉત્પાદનની 25 ટકા ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રાસાયણિક-ઉર્વરક આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સાથે મુલાકાત કરી આ રજુઆત કરી છે.

gram

ગુજરાતમાં ચણા પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવની યોજના હેઠળ પોષણક્ષમ ભાવ પૂરા પાડવા ટેકાના ભાવે ખરીદી કરાય છે. જેના ભાગરૂપે ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકાની ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે.

મુલાકાત દરમિયાન રાધવજી પટેલે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ગુજરાતના વધુને વધુ ખેડૂતોને લાભ મળી રહે, કૃષિ સંલગ્ન માળખાકીય સુવિધાઓ ઊભી થાય તેમજ ખેડૂતની આવક વધે તે હેતુસર આગામી વર્ષે વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તે અંગે કેન્દ્રીય કૃષિ મંત્રીને અપીલ કરી હતી.

રાધવજી પટેલે રાસાયણીક અને ઉર્વરક મંત્રી મનસુખ માંડવીયાની શુભેચ્છા મુલાકાત કરી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જરૂરીયાત મુજબ પુરતા જથ્થામાં ખાતરની ફાળવણી કરાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કચ્છ જિલ્લામાં ખાતરની તંગી ન વર્તાય તે માટે લોજિસ્ટિક સંબંધિત ખાસ વ્યવસ્થા ઉભી થાય તે માટે પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સબસીડાઇઝ યુરીયા ખાતરનાં ડાયવર્ઝન રોકવા ગુજરાત સરકાર દ્વારા લીધેલ પગલાં અંગે કેન્દ્રીય મંત્રીને માંડવીયાને માહિતગાર કર્યા હતા અને સૂચનોની આપ-લે કરી હતી.

English summary
Gujarat government's proposal to the Center to provide up to 40 percent of gram at subsidized price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X