ખાતર વિતરણ વ્યવસ્થાના સુદ્રઢ આયોજન માટે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, આગામી ખરીફ સીઝનમાં રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને ખાતર વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા તથા સબસીડાઈઝ યુરિયા ખાતરનો ઓધૌગિક વપરાશ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આવા કૃત્યમાં સંડોવાયેલ ઉદ્યોગગૃહો, ખાતર વિક્રેતાઓ કે સામેલ અધિકારીઓ સામે પણ કડક હાથે કાર્યવાહી કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

RAGHAVAJI PATEL

ગાંધીનગર ખાતે મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા ખેતીવાડી ખાતાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે આગામી ખરીફ સીઝનમાં રાજ્યમાં ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર અને જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ થાય તથા ખેડૂતોના ખાતરનું ઔદ્યોગિક વપરાશમાં થતાં ડાયવર્ઝન સંદર્ભે સમીક્ષા બેઠક યોજીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી.

કૃષિ મંત્રી દ્વારા રાજ્યમાં આગામી ખરીફ સીઝનની રાસાયણિક ખાતરવાર જરૂરિયાત અને સપ્લાયની વિગતે સમીક્ષા કરી અને સમીક્ષાના અંતે સપ્લાય પ્લાન મુજબ અચુક અમલવારી થાય અને રાજ્યના તમામ વિસ્તારોમાં સપ્લાય પ્લાન આધારિત જરૂરી ખાતરનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવા પણ સુચના આપવામાં આવી હતી. ખેડૂતોનાં યુરીયા ખાતરનો ઓધૌગિક વપરાશ અટકાવવાનાં ભાગરૂપે ખેતીવાડી ખાતા દ્વારા યુરીયા ખાતરનો ઓધૌગિક વપરાશ કરતાં તત્વો સામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૫૩ એફ.આઇ. આર. દાખલ કરવામાં આવી છે.જે અતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૨૪ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી છે.

ચાલુ વર્ષે ખાતા દ્વારા હાથ ધરાયેલી કામગીરી પરત્વે મંત્રીએ સંતોષ વ્યક્ત કરીને ખેતી વપરાશનાં યુરીયાનાં થતાં ડાયવર્ઝન સંદર્ભે થતી અન અધિકૃત કામગીરી પરત્વે હજુ વધુ સઘન અને ચોક્કસ વિસ્તારોને ધ્યાને લઈ સ્કોર્ડ દ્વારા કામગીરી કરવા તથા ખેડૂતોનાં યુરીયા ખાતરનો ઓધૌગિક વપરાશ અટકાવવા માટે લાંબા ગાળાનો એક્શન પ્લાન બનાવવા સુચના આપી હતી. આ માટે GST, GPCB, CUSTOM, HOME જેવા વિભાગો સાથે માહિતીની આપલે કરી ખાનગી વિક્રેતા, સહકારી સંસ્થાઓ જેવા કોઇપણની સંડોવણી જણાય તો તેઓનાં લાયસન્સ કાયમી ધોરણે અટકાવવા તથા આવા તત્વો સામે પોલીસ ફરીયાદ દાખલ કરી પ્રીવેંશન ઓફ બ્લેક મારકેટિંગના કાયદા હેઠળ કાનુની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેતી વપરાશનાં યુરીયા ખાતરનું થતુ ડાઈવર્ઝન એ ગંભીર પ્રકારનું કૃત્ય છે. જેથી આ કૃત્યમાં સંકળાયેલ કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરવી તેમજ આ પ્રકારની કામગીરીમાં ખાતાનાં કોઈપણ અધિકારીની નિષ્કાળજી કે બેદરકારી કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહી અને તેવા અધિકારીની સામે પણ કડક હાથે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X