Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ NCCSD-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ‘ખેતીક્ષેત્ર માટે જળ સુરક્ષા‘ વિષય પર યોજાયો સેમિન

સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર તેમજ નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઈમેટ ચેન્જ, સસ્ટનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે " વોટર સિક્યુરિટી ફોર એગ્રીકલચર" એટલે કે 'ખેતીક્ષેત્ર માટે જળ સુરક્ષા' વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ સેમિનારમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

RAGHAVAJI

મંત્રી રાઘવજી પટેલે સેમિનારનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદન માટેની પ્રાથમિક જરૂરિયાત જમીનમાં ભેજનું પ્રમાણ છે. આ ભેજ વરસાદ કુદરતી રીતે આપે છે, જ્યારે સિંચાઇ વ્યવસ્થા તેમાં પૂરક રહે છે. ખેતી અને સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવી, તે માટેના વિવિધ પાસાઓને આવરી લઇ આગોતરું અને આયોજનબદ્ધ કામ કરવું તે અત્યારના સમયની માંગ છે, જેથી આ વિષય પર ચર્ચાઓ થવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

મંત્રી પટેલે તેમના વિચારો રજૂ કરતાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ગત કેટલાક વર્ષો દરમિયાન વરસાદ સારો રહ્યો છે. રાજ્ય સરકારના દૂરંદેશી આયોજનના પરિણામે અગાઉના કચ્છ, બનાસકાંઠા અને અમરેલી જેવા દુકાળગ્રસ્ત વિસ્તારો પણ હવે નિયમિત વરસાદ પ્રાપ્ત કરે છે. જેના પરિણામે ગુજરાતમાં આજે સિંચાઇ સુવિધા વધી છે. રાજ્યના જળાશયોની સંગ્રહ ક્ષમતા વધારી છે અને અત્યારે મોટાભાગના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત નર્મદા કેનાલથી પણ સિંચાઇ વ્યવસ્થા વધુ સદ્રઢ બની છે. આવા વિવિધ કારણોસર રાજ્યમાં કૃષિ ઉત્પાદનનો વૃદ્ધિદર સારો રહ્યો છે.

મંત્રીએ ઉમેર્યું કે, દેશના આગામી અમૃતકાળમાં ગુજરાતના ખેડૂતોની આવક આવી જ રીતે ઉત્તરોત્તર વધતી રહે તે માટે અત્યારે પડકાર ઝીલવાનો સમય છે. ગુજરાતના ખેડૂતો વર્ષે એક પાકની જગ્યાએ ત્રણ પાક લઈ શકે તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ ઊભી કરીને ખેડૂતોને તૈયાર કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોના કારણે વાતાવરણમાં પણ વિવિધ બદલાવો આવી રહ્યા છે. આવા પડકારોને ઝીલવા તેમજ ભવિષ્યને વધારે સુરક્ષિત કરવા માટે હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ લેવાના બાકી છે.

હવામાન વરતારાની સમજ, ખેતરમાંથી બિનજરૂરી પાણીનો નિકાલ, માર્ગદર્શન સેમીનાર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મહત્તમ ઉપયોગ, ટ્રેંચ પદ્ધતિ, ડ્રિપ ઇરીગેશન પદ્ધતિનો ઉપયોગ અને તેના લાભ અંગે ખેડૂતોને માહિતગાર કરવા જેવા વિવિધ અગત્યના મુદ્દાઓ પર આ સેમિનારમાં ચર્ચાઓ કરવા મંત્રી પટેલે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત કેનાલના પાણીથી જમીનની ખારાશ ઉપર આવતા તેની ખેતી પર અસર અને ભૂતળમાં ખારાશ વધવાથી બોરવેલના પાણીમાં પણ ખારાશનુ પ્રમાણ વધવા જેવી ગંભીર સમસ્યાઓ પર કાર્યશાળામાં વિસ્તૃત ચર્ચા કરી તેના ઉપાયો શોધવા તેમણે જણાવ્યું હતું.

આ સેમિનારમાં જળ સંપત્તિ વિભાગના અગ્ર સચિવ ડો. મનીષ ભારદ્વાજ, NCCSDના કાર્યકારી અધ્યક્ષ ડો. કિરીટ શેલત, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલ અને રજીસ્ટ્રાર ડો. ભાઈલાલભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X