For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્વીકશન રેટ ઘટાડવામાં સરકાર વકીલની ભૂમિકા પર યોજાશે પરિસંવાદ

સમગ્ર દેશમાં ગુજરાત કન્વીકશન રેટમાં ત્રીજા નંબરે છે જ્યારે મધ્યપ્રદેશ પ્રથમ નંબરે છે. રાજ્યમાં ગુનેગારોને યોગ્ય સજા થાય તેમજ બેગાહને સજા ના જાય તેમ માટે રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા પોલીસ સાથે સહયોગ કરીને કોર્ટમાં કા

|
Google Oneindia Gujarati News

સમગ્ર દેશમાં ગુજરાત કન્વીકશન રેટમાં ત્રીજા નંબરે છે જ્યારે મધ્યપ્રદેશ પ્રથમ નંબરે છે. રાજ્યમાં ગુનેગારોને યોગ્ય સજા થાય તેમજ બેગાહને સજા ના જાય તેમ માટે રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા પોલીસ સાથે સહયોગ કરીને કોર્ટમાં કાર્યવાહી થાય તે માટે ચાર્જીશીટ દાખલ કરતા પહેલા કાયદા વિભાગ સમક્ષ ચાર્જશીટની નકલ રજૂ કરવાની રહેશે ત્યાર બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે જેથી કરીને કાયદાની ખૂટતી કડીઓને જોડીને ગુનેગારને યોગ્ય સજા કરી શકાય.

Law Uni

ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈન્ચાર્જ ડાયરેકર જગરૂપ સિંહ રાજપૂતે જણાવ્યુ હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે તા.૧૨ જુન ૨૦૨૨ ના રોજ સવારે ૧૧ થી ૨ દરમિયાન 'કન્વીકશન રેટ: સરકારી વકીલની ભુમિકા' વિષયક એક દિવસીય પરિસંવાદ યોજાશે. જેની અધ્યક્ષતા રાજ્યના કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી કરશે. શ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે રાજ્યમાં ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોમાં ગુનેગારોને કડક સજા થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મુકામે ડાયરેકટર ઑફ પ્રોસીકયુશનના ઈનચાર્જ ડાયરેકર જગરૂપ સિહ રાજપૂત અને નાયબ નિયામક રાકેશ રાવે મીડિયાને માહિતી આપતા કહ્યુ કે, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી રાજયના કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના પ્રયત્નોથી રાજયના લગભગ ૬૧૩ તાલુકા કોર્ટોમાં ફરજ બજાવતા સરકારી વકીલશ્રીઓ માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ છે.

તેમણે ઉમેર્યુ કે,ગુજરાત રાજ્યમાં પોલીસ ઈન્વેસ્ટીગેશન તથા ફોજદારી કોર્ટોમાં ચાલતા કેસોની ગુણવતામાં સુધારો થાય તથા રાજયમાં કન્વીકશન રેટમાં વધારો થાય તે માટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫ (એ) મુજબ રાજય સરકારે ૨૦૧૯ ના વર્ષમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરી કાર્યરત કરાઈ છે. તથા તે માટેના ગુજરાત રાજય પ્રોસીકયુશન નિયમો ૨૦૨૦ અમલમાં મુકવામાં આવ્યા છે.

રાજયમાં કન્વીકશન રેટમાં સુધારો થાય તે માટે આ કચેરી દ્વારા પોલીસ ઈન્વેસટીગેશન તેમજ કોર્ટ પ્રોસીંડીગની કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરી સલાહ સુચનો આપવાની કામગીરી કરે છે.

આ કાર્યક્રમમાં રાજયના તમામ મદદનીશ સરકારી વકીલશ્રીઓ ઉપરાંત રાજયના કાયદા સચિવશ્રી પી.એમ.રાવલ, ઇન્ચાર્જ ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન જગરૂપસિંહ રાજપૂત, જોઇન્ટ ડાયરેકટર વિધિ ચૌધરી, ડેપ્યુટી ડાયરેકટર રાકેશ રાવ તથા ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ડાયરેટર ઉપસ્થિત રહેશે.

English summary
A seminar will be held on the role of government lawyers in reducing the conviction rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X