છોટાઉદેપુરમાં મહિલાને તાલિબાની જેવી સજા, થાંભલા સાથે બાંધી માર માર્યો
યુવતીને થાંભલા સાથે દોરડાથી બાંધીને એક યુવકે ક્રૂરતાપૂર્વક માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
છોટાઉદેપુરઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં યુવતીઓ સાથે ક્રૂર વર્તન કરાતુ હોવાના કિસ્સા વધી રહ્યા છે. ફરીથી એક વાર યુવતીને થાંભલા સાથે દોરડાથી બાંધીને એક યુવકે ક્રૂરતાપૂર્વક માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છોટાઉદેપુર નજીક આવેલા ગુજરાત અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. વાયરલ વીડિયોના આધારે પોલિસે તપાસ શરુ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક યુવતીને થાંભલા સાથે બાંધી દેવામાં આવી છે અને એક યુવક ખૂબ જ નિર્દયતાપૂર્વક તેને લાકડીથી ઢોર માર મારી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે અસહ્ય માર સહન ન થતાં યુવતી ચીસો પાડી રહી છે. માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોઈને ચારે તરફ આની ટીકાઓ થઈ રહી છે. જો કે વીડિયો કયા સ્થળનો છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.
તમને જણાવી દઈએ કે ગુજરાતના છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશની સરહદ પરના વિસ્તારમાં ભૂતકાળમાં પણ યુવક યુવતીને તાલિબાની સજા ફટકારતા અને મારતા વીડિયો વાયરલ થયા છે. આજના આધુનિક યુગમાં આવા કિસ્સાઓ માનવતા માટે કલંક રુપ છે. પોલિસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
