For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી

ગુજરાતમાં ઇશુદાન ગઢવી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યા છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે જણાવયું હતુ કે, ગુજરાતના ઇતિહાસમાં મહત્વનો દિવસ છે. ગુજરાત મોટા પરિવર્તન તરફ જઇ રહ્યો

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ઇશુદાન ગઢવી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યા છે. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે જણાવયું હતુ કે, ગુજરાતના ઇતિહાસમાં મહત્વનો દિવસ છે. ગુજરાત મોટા પરિવર્તન તરફ જઇ રહ્યો છે. 27 વર્ષ ગુજરાત પાસે કોઇ વિકલ્પ નહોતો. ભાજપ કોંગ્રેસ પાસે સંબંધ હતો. પહેલી વાર સાર્થક વિકલ્પ જોવા મળે છે. સવારે સર્વેમાં અમને એક પણ સીટ નહોતી મળી ગુજરાતમાં તમામ સર્વે ફેલ થશે.

ISHUDAN GADHAVI

કેજરીવાલે જણાવ્યુ કે, ગુજરાતના આગામી સીએમના નામની જાહેરાત કરવા જઇ રહ્યા છીએ. જનતાએ ખૂબ મતદાન કર્યું છે. ઇમેલ, SMS વોટ્સએપ પર 16 લાખ 48 હજાર રિસ્પોન્સ મળ્યા હતા. જેમા 73 ટકા લોકોએ ઇશુદાન ગઢવીનું નામ આપ્યુ છે. ખેડૂતો મારા પ્રાણ છે. નાની ઉમરમાં ચેનલ હેડ બનાવીને કર્મના સિદ્દાંતમાં માનું છું ઇશ્રરને પ્રાર્થના કરુ છુ. બધાનું ભલુ કરુ. ગુજરાતીઓની પીડા ઓછી કરી શકુ તેવું બળ આપે.

ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, રાજનીતિ મારો શોખ નથી મરી મજબુરી છે. મહિલા, આઉટસોર્શ, કર્મચારીઓનો અવાજ ઉઠાવ્યો. છે જનતા ગાળો નથી આપતી પોલીટીકલ પાર્ટીના લોકો ગાળો આપે છે. ઇશ્રરની સાક્ષીએ કહુ છુ કે, જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સેવા કરીશે. રાજકાણમાં આવવા માટે પરીવારને મનાવ્યા છે. મારી પાસે અન્ય પાર્ટીના લોકો પણ આવ્યા હતા.

દેશમાં આપ એવી એક માત્ર પાર્ટી છે જેમા 32 વર્ષના યુવાનને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે. ખેડુતો એક થઇ ગયા વેપારી, બે રોજગાર યુવાનઓ મતદાન કર્યા છે તે લોકો મતદાન કરે અને 5 વર્ષમાં જે સારુ કામ ના કરુ શકુ તો રાજનીતિ છોડી દઇશ. પરીવાર પણ ડરી ગયો ખોટા આક્ષેપો કર્યા હતા.

ઇશુદાને જણાવ્યું હતુ કે, 5 વર્ષમાં જો સારી કામગીરી ના કરે તો રાજનીતિ છોડી દઇશ. દેશની 80 કરોડ લોકો ગરીબ છે. ઇડી અને સીબીઆઇ વિરોધ પક્ષને ઉઠાવી જાય છે. સાચા હશો તો કોઇ કઇ નહી બગાડી શકે.

મોરબીની દુર્ઘટનામાં કાર્યવાહી શુ થઇ ? સુરતમાં તક્ષશીલા ઘટનામાં શુ કાર્યાહી થઇ. જો તમે ભાજપને મત આપશો તો તમે પણ તેમાં ભાગીદાર થશો.

આમ આદમી પાર્ટી દ્વારા લોકો પાસે ઇમેઇલ, વોઇસ મેઇલ, SMS,વૉટ્સએપ, પર પોતાના પસંદગીના સીએમ પદના ઉમેદવારના નામ મોકલવા માટે ગુજરાતની જનતાને જણાવા કહ્યું હતુ. લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કરવામાં આવશે.

English summary
AAP Chief Minister Ushudan Gadhvi, Kejriwal announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X