For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટી ક્યારેય સર્વેમાં નથી આવતી, સીધી સરકારમાં આવે છેઃ ભગવંત માન

ગુજરાતમાં જનસભાને સંબોધતા ભગવંત માને કહ્યુ કે આમ આદમી પાર્ટી સર્વેમાં નથી આવતી, સીધી સરકારમાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતમાં સતત પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં જનસભાને સંબોધતા ભગવંત માને કહ્યુ કે આમ આદમી પાર્ટી સર્વેમાં નથી આવતી, સીધી સરકારમાં આવે છે. જનસભામાં સીએમ માને કહ્યું કે લોકો મને પૂછે છે કે ભાજપ પંજાબમાંથી કેવી રીતે દૂર થઈ, હું તેમને કહુ છુ કે ઝાડુનુ કામ છે કીચડ સાફ કરવાનુ. અમે દિલ્લી અને પંજાબનો કીચડ સાફ કર્યો, પછી કમળ ઉગે જ નહિ.

CM Mann

જનસભાને સંબોધતા ભગવંત માને કહ્યુ કે પત્રકારોએ મને પૂછ્યુ કે કેટલી સીટો આવી રહી છે? મે તેમને જવાબ આપતા કહ્યુ કે અમે સર્વેમાં નથી આવતા, અમે સીધા સરકારમાં આવીએ છીએ. તમને જણાવી દઈએ કે ABP-CVoter 2022 ગુજરાત ઓપિનિયન પોલના ડેટા સૂચવે છે કે AAP 20.2% વોટ શેર મેળવવા માટે સક્ષમ હશે. નવી પાર્ટી તરીકે પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટી (AAP) ધૂમ મચાવી રહી છે.

English summary
AAP never comes in survey it comes directly in government says Bhagwant Mann in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X