For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: AAPના સંજય સિંહનું વચન, સંપત્તિ વેરો અને પાણીનું બિલ માફ કરી દેશે

Gujarat Election: AAPના સંજય સિંહનું વચન, સંપત્તિ વેરો અને પાણીનું બિલ માફ કરી દેશે

|
Google Oneindia Gujarati News

સુરતમાં મહાનગરપાલિકા ચૂંટણી માટે તમામ પાર્ટીઓ પોતાનો દમખમ દેખાડી રહી છે. હવે આ કડીમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ સંજય સિંહે રોડ શો કરી મહાનગરપાલિકાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો. આ દરમ્યાન તેમણે સૌરાષ્ટ્રિયન પાઘડી પહેરી રાખી હતી. આ દરમ્યાન તેમણે ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી પ્રચાર કર્યો. સાંસદે કહ્યું કે મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સ્વચ્છ છબી વાળા ઉમેદવારોને જ ટિકિટ આપી છે. તેમણે કહ્યું કે શ્રેષ્ઠ શિક્ષણ અને સારાં સ્વાસ્થ્ય માટે લોકો તેમની સરકારની ચૂંટે.

સંજય સિંહનું વચન

સંજય સિંહનું વચન

સાંસદ સંજય સિંહે કહ્યું કે જો મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટાઈ તો અમે જનતા માટે મોહલ્લા ક્લીનિકની શરૂઆત કરશું અને તમામ સંપત્તિઓનો વેરો અડધો કરી દેશું. સાથે જ રાજ્યની રૂપાણી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સરકાર કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે.

સરકારી સ્કૂલોનો વિલય કરશું

સરકારી સ્કૂલોનો વિલય કરશું

સાંસદે ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે 6000 સરકારી સ્કૂલોનો વિલય કરવો ભાજપની સૌથી મોટી અસફળતા છે. તેમણે કહ્યું કે અમે જનતાના મૂળભૂત મુદ્દા પર કામ કરશું. જનતાના હિતમાં હોય તેવાં કામો કરવાનો અમારો લક્ષ્ય રહેશે.

પાટીદારોને કરી અપીલ

પાટીદારોને કરી અપીલ

સાંસદ સંજય સિંહે જનતા વચ્ચેથી અપીલ કરતાં કહ્યું કે અમારી લોકો સામાન્ય લોકોની પાર્ટી છે અને આંદોલનથી જન્મી છે. માટે હું ઈચ્છું છું કે અહીંના પાટીદાર પણ અમારું સમર્થન કરે કેમ કે ગુજરાતમાં પાટીદાર આરક્ષણ આંદોલનનો જન્મ પણ આંદોલનથી જ થયો છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસના વિકલ્પના રૂપમાં મહાનગર પાલિકાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી છે.

2002ના રમખાણોમાં પરિવારના 10 લોકો ગુમાવનાર શખ્સ AIMIMમાં જોડાયો2002ના રમખાણોમાં પરિવારના 10 લોકો ગુમાવનાર શખ્સ AIMIMમાં જોડાયો

English summary
AAP promise to start mohalla clinic and reduction in property tax in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X