For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચમાં ‘આપ’ના કાર્યકર્તાઓ વચ્ચે તુતુ-મેંમેં

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ભરૂચના કસક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને મોંઘવારી સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતુ, એ જ સમયે ભરૂચ અને અંક્લેશ્વરના આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે આવેદન આપવા મુદ્દે તુતુ મેંમેં થઇ હતી અને સંકલનના અભાવે ચકમક ઝરી હતી. જો કે, કેટલાક પાર્ટી કાર્યકરોએ મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું હતું. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

મેઘરજઃ સોનીના વેપારીને ત્યાં 8 લાખની લૂંટ

મેઘરજઃ સોનીના વેપારીને ત્યાં 8 લાખની લૂંટ

સુરતમાં ગુરુવારે અંબાજી રોડ પર સોનું ગાળવાનું કામ કરતા એક યુવાનને બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને 1.50 લાખના સોનાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. આ જ રીતે અન્ય એક બનાવમાં સાબરકાંઠાના મેઘરજમાં સોનીના વેપારી પર ત્રણ લૂંટારાઓ દ્વારા બે રાઉન્ડ ગોળીબાર કરીને આઠ લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

ગોંડલઃ ટ્રક અડફેટે દંપતિનું મોત

ગોંડલઃ ટ્રક અડફેટે દંપતિનું મોત

ગોંડલ તાલુકાના દડવા પાસે ટ્રકની અડફેટે ચઢતાં બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કાર જીતવાની લાલચમાં છેતરાયો

કાર જીતવાની લાલચમાં છેતરાયો

વડાલી તાલુકાના અડોજ ગામે વ્યવસાયે ડ્રાઇવર એક યુવાને કાર આપવાની લાલચે અજાણ્યા શખ્સોએ રૂ. 35 હજારની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માહિતી અનુસાર 16મી જાન્યુઆરીએ ટીવી જોતી વેળા એક અભિનેત્રીની અધૂરી તસવીરવાળી જાહેરાત આવી હતી, જેમાં અભિનેત્રીની ઓળખ કરનાર કાર જીતી શકે છે, તેમ જણાવ્યું હતું. કાર જીતવાની લાલચે નરેશ ચેનવાએ એસએમએસ કર્યો હતો અને શખ્સોએ જણાવ્યા એકાઉન્ટ નંબર પર બેન્કમાં 35 હજાર જમાં કરાવ્યા હતા.

ભરૂચમાં ‘આપ'ના કાર્યકર્તાઓ વચ્ચે તુતુ મેંમેં

ભરૂચમાં ‘આપ'ના કાર્યકર્તાઓ વચ્ચે તુતુ મેંમેં

ભરૂચના કસક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને મોંઘવારી સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતુ, એ જ સમયે ભરૂચ અને અંક્લેશ્વરના આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે આવેદન આપવા મુદ્દે તુતુ મેંમેં થઇ હતી અને સંકલનના અભાવે ચકમક ઝરી હતી. જો કે, કેટલાક પાર્ટી કાર્યકરોએ મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું હતું.

અમરેલીઃ પરિણીતા પર બળાત્કાર

અમરેલીઃ પરિણીતા પર બળાત્કાર

અમરેલાના સાવરકુંડલા રોડ પર રહેતી દેવીપુજક પરિણીતા પર લાઠીના દેવીપુજક શખ્સે છરીની અણીએ બળાત્કાર ગુજર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પાડોસી મહિલાએ પણ મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે. બળાત્કારની ઘટના મધરાતે ત્રણેક વાગ્યાની આસપાસ બની હતી.

English summary
aap worker internal clash in bharuch. here is the top news of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X