For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં અપ્રમાણસર મિલકત અંગે એસીબીનું મેગા સર્ચ ઓપરેશન

|
Google Oneindia Gujarati News

એસીબીએ વિવિધ શહેરોમાં લાંચિયા અધિકારીઓ પર ગાળિયો કસ્યો છે અને અમદાવાદ, ગોધરા, પંચમહાલ, ગાંધીનગર, જામનગર, રાજકોટ, પાલનપુર, બનાસકાંઠા તથા ઝાલોદમાં ઝાલોદમાં 11 સરકારી અધિકારીઓને ત્યાં દરોડાની પાડીને કુલ 12.14 કરોડની અપ્રમાણસરની મત્તા કબજે કરી છે.

જેમાં સૌથી વધુ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ, ગાંધીનગરના જોઇન્ટ કમિશ્નર યોગેશ ચૌહાણને ત્યાંથી રૂ.50 લાખ અને પંચમહાલની નગરનિયોજક કચેરીના સર્વેયર હરીશ વણઝારાની રૂ.4.12 કરોડની અપ્રમાણસરની મિલકત ઉપરાંત બીજા અન્યની રૂ.2.70 કરોડની બેનામી મિલકતો શોધી કાઢવામાં આવી છે. તો બનાસકાંઠાના અમીરગઢમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વર્ગ-2ના નિમેષ રજનીકાન્ત મજમુદારનો થલતેજમાં આવેલો વૈભવી ઓમકાર બંગલા પર પણ રેડ કરી હતી.

black money

જામનગરના મદદનીશ શ્રમ આયુકત કલાસ-વન અધિકારી ભગીરથ ત્રિવેદીને ત્યાંથી સોનાની લગડીઓ, સોનાની અગણિત ચેઇનો, સોનાની વીંટીઓ, સોનાના પાટલા, અને બંગડીઓ, કાનની બુટીઓ મળી આવી હતી.

પંચમહાલ જીલ્લાના નગરનિયોજક કચેરીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા વર્ગ-3ના અધિકારી હરીશ વણઝારાનો ગોધરામાં સંગેમરમરનો બંગલો છે. બંગલાના મેઇનહોલમાં સેન્ટ્રલ એસીના 5 પ્લોવર છે. ઉપરના માળે 500 માણસ બેસી શકે તેવો મોટો બોલ છે. બંગલામાં 12 મોટા રૂમ છે. બંગલામાં કુલ 23 એસી છે.

English summary
ACB Mega Search Operation on black money in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X