સરકારી કર્મચારી, પણ બેનામી સંપત્તિ છે 8.77 કરોડની, ACB ખોલી પોલ
વાઘોડિયા તાલુકા પંચાયતમાં મદદનીશ ઈજનેર તરીકે નોકરી કરતા દિનેશ કિકાણી આવક કરતા વધુ સંપત્તિના કેસમાં એસીબીના સકંજામાં આવી ગયા છે. તેમની પાસેથી રૂપિયા 8.77 કરોડની બેનામી સ્થાવર-જંગમ મિલકતો મળી આવી છે. છેલ્લા 6 મહિનાથી એસીબીને દિનેશ કિકાણીના વિરુદ્ધમાં અરજીઓ મળી હતી. જેના પગલે તપાસ કરી રહેલી એસીબીને મજબુત પુરાવા મળતા આજે એસીબી ની 4 ટીમો દિનેશ કિકાણીના ઘરે,ઓફીસ અને બાંધકામ સાઈટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
વાઘોડિયા રોડ પર આવેલી કૈલાસ પાર્ક સોસાયટીમાં નિધીવન બંગલો રહેતા અને વાઘોડિયા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર વર્ગ-) ફરજબજાવતા દિનેશ કિકાણીએ ભ્રષ્ટાચાર આચરીને એકઠી કરેલી અધધ સંપત્તી મળી આવતા સરકારી કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ હતી. ભ્રષ્ટ કર્મચારી દિનેશ જે. કિકાણીના રહેઠાણ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, હોટલ અને ધંધાકીય સ્થળો પર વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સામુહિક દરોડા પાડ્યા હતા.

જેમાં દિનેશ કિકાણી અને તેમના પત્નીના નામના વિવિધ બેંકમાં 26 એકાઉન્ટ અને બે લોકર મળી આવ્યા છે. ભ્રષ્ટ કર્મચારીએ પોતાના અને પત્નીના નામની રૂ. 8.77 કરોડની બેનામી સ્થાવર-જંગમ મિલકતો મળી આવી છે. ખેતી અને કાયદેસરની આવક રૂ.51,30,595 જણાઇ આવી હતી. જેની સામે તેઓનું સ્થાવર અને જંગમ મિલકતો રૂ.9,28,44,180 રોકાણ મળી આવ્યું હતું.
તેમની પત્નીના નામે એસ.બી.આઇ., સંખેડા નાગરીક બેંક, અલ્હાબાદ બેંક, પંજાબ નેશનલ બેંક, સહિત અન્ય બેંકોમાં 26 એકાઉન્ટ અને બે બેંકોમાં લોકર્સ મળી આવ્યા છે. આ ઉપરાંત તેઓના નામની કાર, પત્નીના નામે કાર, મારફતીયા સ્ટોક બ્રેકીંગ પ્રા.લિ. તથા ફોરચ્યુન લિ., એચ.ડી.એફ.સી., બનોન્ઝા, પોર્ટફોલીયોમાં શેરનું રોકાણ અને પી.પી.એફ.માં રોકાણ મળી આવ્યું છે.












Click it and Unblock the Notifications
