For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થઈ અશ્લીલ ક્લિપ, શહેર કોંગ્રેસ અધ્યક્ષે માંગી માફી

કોરોના લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં એક કોંગ્રેસ નેતાની બાબતે તૂલ પકડ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં એક કોંગ્રેસ નેતાની બાબતે તૂલ પકડ્યુ છે. મહેસાણામાં શહેર કોંગ્રેસના અધ્યક્ષ ભૌતિક ભટ્ટ દ્વારા કોંગ્રેસના જ વૉટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ક્લિપ પોસ્ટ કરી દેવામાં આવી. જેનાથી એ ગ્રુપાં શામેલ મહિલાઓ-પુરુષો વચ્ચે તેમની ચર્ચા થવા લાગી. ભૌતિકે સફાઈ આપતા કહ્યુ કે તે ક્લિપ મે નથી નાખી પરંતુ કોઈ વિરોધીએ મારા મોબાઈલનો ઉપયોગ કર્યો છે. ભટ્ટ બોલ્યા - એ વખતે મારો ફોન ચાર્જિંગમાં હતો ત્યારે કોઈએ અશ્લીલ વીડિયો લોકલ કોંગ્રેસના વૉટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કર્યો. એ હું નહોતો. પરંતુ હું માફી માંગુ છુ. મહેરબાની કરીને આના રાજકીય મુદ્દો ન બનાવશો.

સ્થાનિક કોંગ્રેસના ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવી હતી

સ્થાનિક કોંગ્રેસના ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવી હતી

ભૌતિક ભટ્ટે અમદાવાદમાં કોંગ્રેસ તરફથી પોતાના વિરોધીઓ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. વળી, જે ક્લિપ ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવી હતી તેનાથી ગ્રુપ મેમ્બર્સને ઠેસ પહોંચી અને ગ્રુપમાં જોડાયેલી મહિલાઓએ તેને તાત્કાલિક ડિલીટ કરવા પણ કહ્યુ. પૂર્વ સાંસદ દિલીપ ઠાકોરે આકરી ફટકાર સાથે પોતાના ગુ્સ્સો બતાવીને મોકલનારનુ નામ જાણવા ઈચ્છયુ. એક સભ્ય ગીબેન પટેલે લખ્યુ કે ગ્રુપમાં મહિલાઓ હતી અને મોકલવારે તરત જ આને હટાવી લેવુ જોઈતુ હતુ અને આ પ્રકારના વીડિયો પોસ્ટ કરવા અયોગ્ય છે.

ભટ્ટે સફાઈમાં કહી આ વાતો

ભટ્ટે સફાઈમાં કહી આ વાતો

આ બધા બાદ ભૌતિક ભટ્ટે ખુદ એક માફીનામુ પોસ્ટ કર્યુ. પોતાના સંદેશમાં તેમણે લખ્યુ કે, પોતાની બહેનો અને બધી મહિલાઓ, પાર્ટી અધ્યક્ષ અને બધા નેતાઓ અને સભ્યોને હાથ જોડીને માફી માંગુ છુ. મારો વિશ્વાસ કરો, જ્યારે હું હાઈવે પર કોંગ્રેસ શહેર અધ્યક્ષ તરીકે ભોજનના પેકેટ વહેંચવા માટે એક શિબિર ચલાવી રહ્યો હતો ત્યારે છેલ્લા પાંચ દિવસથી મહેસાણા રેલવે સ્ટેશ પર હતો. મહેસાણા રેલવે સ્ટેશન પર હતો. ત્યારે પોતાના મોબાઈલને ચાર્જ કરવા માટે મૂકી દીધો હતો ત્યારે કોઈએ મારી જાણ બહાર ક્લિપ આ ગ્રુપમાં મોકલી દીધી.

નાના ભાઈ તરીકે માફી માંગી

નાના ભાઈ તરીકે માફી માંગી

ભટ્ટે કહ્યુ, હું 33 વર્ષની ઉંમરે શહેર અધ્યક્ષ બની ગયો હતો અને છેલ્લા 4 વર્ષથી આ પદ પર છુ. હું આવુ કેમ કરુ? મે મારા મોબાઈલ ફોનથી અશ્લીલ ક્લિપ મોકલનાર વિશે પોલિસને પણ એક આવેદન મોકલ્યુ છે. હું નિર્દોષ છુ. આ પ્રકારે ભટ્ટે લોકોને આને રાજકીય મુદ્દો ન બનાવવાની અપીલ કરી અને નાના ભાઈ તરીકે માફી માંગી.

કોરોના સંકટઃ ShareChat એ 101 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને કહ્યુ - અમે મજબૂર છીએકોરોના સંકટઃ ShareChat એ 101 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને કહ્યુ - અમે મજબૂર છીએ

English summary
Accused Of a whatsapp clip Mehsana city Congress President Bhautik Bhatt In Trouble
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X