વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને ભાજપમાં કોઇ હરિફાઇ નથી: અડવાણી
અમદાવાદ, 31 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2014ની લોકસભાની ચુંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં વધતી જતી માંગ વચ્ચે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે આ શીર્ષ પદ માટે ભાજપમાં કોઇ હરિફાઇ નથી.
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પત્રકારોએ તેમને વડાપ્રધાન પદ માટે હરિફાઇ હોવા અંગે તેમને પુછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે પાર્ટીમાં વડાપ્રધાન પદ માટે કોઇ હરિફાઇ નથી. અહીં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની બેઠકમાં ભાગ લેવા માટે આવેલા લાલકૃષ્ણ અડવાણીએ સમય પહેલાં લોકસભાની ચુંટણી યોજાવવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે લોકસભાની ચુંટણી 2013માં થઇ શકે છે. તેમને કહ્યું હતું કે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચુંટણીમાં કોઇ લાભ મળશે નહી.

પાર્ટીએ નવા સંસદીય બોર્ડની સંરચના તથા આ અટકળો પર પાર્ટી પ્રમુખ રાજનાથ સિંહ દ્રારા જાહેર થનારી નવી ટીમમાં કોણ-કોણ હશે, તે અંગે પુછવામાં આવતાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ વિભિન્ન કારણોને ધ્યાનમાં રાખશે, રાજ્ય સરકાર દ્રાર જાહેર કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.












Click it and Unblock the Notifications
