અંબાજીના દર્શન કરી હાર્દિકે કહ્યું, ઘમંડીઓની સરકાર પડશે

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ શુક્રવારે પાસ કન્વીનર હાર્દિક પટેલ અંબાજી દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વડાલી પાસ દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું, અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંબાજીના દર્શન કર્યા બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો, યુવાનો અને સારા માણસોની સરકાર આવશે અને ઘમંડીઓની સરકાર જશે.આ અંગે હાર્દિક પટેલે ટ્વીટ પણ કર્યું હતું.હાર્દિકે ટ્વીટમાં લખ્યું હતું કે, અંબાજીથી અમદાવાદ જતા દાંતા બ્લોકના આદિવાસી સમુદાયના ગામોમાં ખેડૂતો અને યુવાઓને મળ્યો હતો.

hardik patel

અદિવાસી સમાજની જમીનો દગાબાજીથી લઇ લેવામાં આવી છે. આદિવાસી સમાજના ખેડૂતોને મળીને મને ખૂબ સારુ લાગ્યું. શુક્રવારે હાર્દિકે શક્તિ પીઠ અંબાજીમાં માં અંબા સામે શીષ ઝુકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને જ બહુમત મળવાની શક્યતાઓ દર્શાવાઇ હતી. જ્યારે હાર્દિક પટેલે આ એક્ઝિટ પોલના આંકડાઓ સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે, ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે.

English summary
After gujarat election 2017 hardik patel visited ambaji temple.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.