For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક સીડી કાંડઃપાસ કોર કમિટી હાર્દિકની પડખે

હાર્દિક પટેલના નવા કથિત વીડિયો જાહેર થયા પછી પાસ નેતા દિનેશ બાંભણિયાનું અધિકૃત નિવેદન બહાર આવ્યું છે. જેમાં તેણે પાસ હાર્દિક પડખે છે તેમ જણાવી તમામ વિવાદો પર રદિયો આપ્યો છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

જે રીતે હાર્દિકની કથિત સેક્સ સીડીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે અને પાસનું વાતાવરણ ડહોળાઈ ગયું હોવાની ચર્ચા છે તે અંગે પાસના કન્વીનર દિનેશ બાંભણિયાએ ઘણા મુદ્દે સ્પષ્ટતા કરી હતી. દિનેશ બાંભણિયાએ જણાવ્યુ હતુ કે આ વીડિયો ફેક છે અને પાસ કોર કમિટી હાર્દિકની પડખે છે. તેમણે કહ્યું હતું કે આ સમાજની એકતા તોડવા ભાજપનું રચેલું ષડયંત્ર છે. અને આ સીડીઓ અશ્વિન સાકરસરિયાએ જ રીલીઝ કરી હોવાનું દિનશે બાંભણિયાએ જણાવ્યું હતું. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આજે વડોદરામાં સભા છે ત્યાં મોટી સંખ્યામાં પાસના સમર્થકો ઉમટી પડશે. તેજમ હાર્દિક સામેના જે પણ પ્રશ્નો છે તેનો જવાબ લોકોને 18 નવેમ્બરે યોજાનારી માણાસાની સભામાં મળી જશે.

Paas

હાર્દિકનો વિરોધ ભાજપ પ્રેરિત

આજે સવારથી જે રીતે હાર્દિકના પૂતળા બતાવાય છે અને તેનો વિરોધ થયો છે તે અંગે બાંભણિયાએ જણાવ્યુ હતું કે આ વિરોધ પાસના લોકો કે પાટીદારો નથી કરી રહ્યા પરંતુ ભાજપ પ્રેરિત લોકો આ વિરોધ કરી રહ્યા છે. હાર્દિકનો જે વિરોધ થઈ રહ્યો તે મામલે શું આ સીડી કાંડ પછી હાર્દિકનું રાજીનામું લેવાશે તે મુદ્દે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આ વીડિયો જ ફેક છે તેથી પાસમાંથી હાર્દિકનું રાજીનામું લેવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. અને ધાર્મિક માલવિયા પાસ વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી ગયો તો શું પાસમાં બધુ બરાબર છે એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતુ કે અંદર અંદર કોઈ સમસ્યા નથી. કોંગ્રેસને પાસ સમર્થન આપશે કે નહીં તે અંગે તેમણે જણાવ્યુ હતું કે આ અંગે કાગવડ તથા ખોડલધામ સાથે અમે મંત્રણા કરી રહ્યા છીએ.

English summary
After Hardik Patel new video release Dinesh Bamaniya come to rescue him. Read here what he says on this issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X