For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડના દહેરી ખાતે નાણાંમંત્રીની અધ્યક્ષતામાં કૃષિ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો!

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિના હિમાયતી કૃષિકાર ભાસ્‍કર સાવેની જન્‍મશતાબ્‍દી નિમિત્તે રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇના અધ્‍યક્ષસ્‍થાને ખેડૂતોની વિચાર ગોષ્‍ઠિ યોજાઇ યોજાઇ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિના હિમાયતી કૃષિકાર ભાસ્‍કર સાવેની જન્‍મશતાબ્‍દી નિમિત્તે રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇના અધ્‍યક્ષસ્‍થાને ખેડૂતોની વિચાર ગોષ્‍ઠિ યોજાઇ યોજાઇ હતી. આ દરમિયાન નાણાંમંત્રીએ જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી માટે સરકાર પણ કટિબધ્‍ધ છે અને એ માટે સરકારે ખેડૂતોને પ્રશિશિક્ષિત કરવા આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની રચના કરી છે. પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી માટે બજેટમાં ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

kanu desai

ઉમરગામ તાલુકાના દહેરીના પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પાયાના કૃષિકાર ભાસ્‍કર સાવેની જન્‍મ શતાબ્‍દી નિમિત્તે યોજાયેલ ખેડૂતોની વિચાર ગોષ્‍ઠિના કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી જણાવ્યું હતુ કે, દેશની તમામ રાજય સરકારોને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવા અપીલ કરી છે. ખેડૂતોની આવી વિચાર ગોષ્‍ઠિના આયોજનો વધુમાં વધુ થાય અને અનુભવી ખેડૂતો પાસેથી ઉપલબ્‍ધ જ્ઞાનનો વધુમાં વધુ ઉપયોગ કરીને તે દ્વારા યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જરૂરી પધ્‍ધતિ ખેડૂતો સમક્ષ સ્‍વીકૃત થાય જેથી તેનો ખેડૂતોને આર્થિક લાભ થઇ શકે છે, રાસાયણિક ખાતરોના બેફામ અને આડેધડ ઉપયોગથી જમીનની ઉર્વરાશકિત ઘટી જવાને લીધે ખેત ઉત્‍પાદન ઘટી જતા કલાઇમેન્‍ટ ચેન્‍જનો અનુભવ થઇ રહ્યો છે.

પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સી. કે. ટીમ્‍બડીયા તથા સંશોધન નિયામક ર્ડા. મેવાડા દ્વારા આ વિચાર ગોષ્‍ઠિનું આયોજન કરાયું હતું. આ વિચાર ગોષ્‍ઠિમાં ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જિલ્લાના પ્રાકૃતિક ખેતીના પાયાના કૃષિકાર સ્‍વ. શ્રી ભાસ્‍કર સાવેએ તા. ૧૯૫૦ થી તેમની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેઓ ૯૩ વર્ષની ઉંમરે ૨૦૧૫ માં અવસાન પામ્‍યા હતા. તેમનો આજીવન સંદેશો હતો કે પ્રકૃતિના નિયમોનું પાલન કરી ખેતી કરો. આ કાર્યક્રમમાં જિલ્‍લાના અને જિલ્‍લા બહારથી આવેલા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો અને દહેરી ગામના ગ્રામ્‍યજનો બહોળી સંખ્યામાં ઉપસ્‍થિત રહયા હતા.

English summary
Agriculture Gosthi program was held under the chairmanship of Finance Minister at Dehri in Valsad!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X