For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યોના કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ, ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવા રાઘવજી પટેલે કરી માંગ

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય

|
Google Oneindia Gujarati News

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં MSP યોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના ૨૫% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના સ્થાને રાજ્યના કુલ ઉત્પાદનના ૫૦% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજુરી આપવા કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સમાં ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

Raghavji Patel

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં બેંગલુરુ, કર્ણાટક ખાતે રાજ્યોના કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી. રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્યને પૂરતી માત્રામાં અને સમયસર ખાતર ફાળવવા તેમજ ચણાની ટેકાના ભાવે ખરીદીમાં સહયોગ કરવા બદલ વડાપ્રધાન નરેંદ્ર મોદી, કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ નેશનલ કોન્ફરન્સમાં ડિજિટલ એગ્રીકલ્ચર, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રાકૃતિક ખેતી, માર્કેટિંગ (FPO અને e-NAM), નેનો ફર્ટિલાઇઝર, પીએમ કિસાન, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ વગેરે જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન અને ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચર, પ્રાકૃતિક ખેતી, નેનો ફર્ટિલાઇઝર વગેરે ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં થયેલ આગવી કામગીરી અને આગામી આયોજન અંગે નેશનલ કોન્ફરન્સમાં ચિતાર રજૂ કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે ડિજિટલ એગ્રીકલ્ચર ક્ષેત્રે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪-૧૫થી કામગીરી આરંભી દીધી હતી. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અપાતી વિવિધ ઓનલાઈન સેવાઓ, જેવી કે, આઇ-ખેડૂત પોર્ટલ, ડીબીટી તથા ઓનલાઈન લાયસન્સ સૉફ્ટવેર અંગે માહિતી પૂરી પાડી હતી.

મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા નવીન સંશોધન અને આત્મનિર્ભર ભારતનો મંત્ર ચરિતાર્થ કરી શકે તેવા "નેનો યુરીયા"ના પ્રમોશન માટે તેમજ ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ માટેના નિદર્શનો માટે કરેલ રૂ. ૩૫ કરોડની જોગવાઈ અંગે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા નેચરલ ફાર્મિંગના પ્રમોશન માટે કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રધાનમંત્રીશ્રીના આહવાન મુજબ રાજ્યમાં દરેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે શરૂ કરાયેલ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. આ કોન્ફરન્સમાં મંત્રી સાથે રાજ્યના ખેતી નિયામક એસ. જે. સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
Agriculture Minister's proposal to the Center to buy 50 percent of the crops at subsidized prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X