કોંગ્રેસે ઝેર પીધું, પચાવ્યું પણ ઓંકે મોદી: અહેમદ પટેલ

Google Oneindia Gujarati News

નર્મદા, 28 એપ્રિલ: યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર અહમદ પટેલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે કોંગ્રેસે ઝેર પીધું છે અને પચાવ્યું પણ છે જ્યારે નરેન્દ્ર મોદી તો ઝેર ઓંકી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તાર નર્મદામાં રવિવારે એક ચૂંટણી રેલીને સંબોધીત કરતા પટેલે મોદી પર જોરદાર પ્રહાર કર્યા. કોંગ્રેસ પર લાગી રહેલા ભ્રષ્ટાચારના આરોપો પર પટેલે જણાવ્યું કે 'મોદી સત્તામાં આવીને અમને જે સજા આપવા માંગતા હોય તે આપી દે, અમને ફાંચી ચડાવવા માંગતા હોય તો ચઢાવી દે. અમે આવી ધમકીઓથી ડરવાના નથી.'

પટેલે જણાવ્યું કે મોદીની કોઇ લહેર નથી, જ્યારે કોંગ્રેસની લહેર છે. મોદીના પક્ષમાં 'કૃતિમ લહેર' બનાવવામાં આવી રહી છે. પટેલે ત્રીજા મોર્ચાની સંભાવનાને પાયાથી રદીયો આપી દીધો અને જણાવ્યું કે ત્રીજીવાર પણ કેન્દ્રમાં યૂપીએની સરકાર કોંગ્રેસના સહયોગથી જ બનશે.

પટેલે મોદી પર પ્રહાર કરવાનું ચાલું રાખ્યું, અને તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓ પર પોતાનો ઠપ્પો લગાવીને ગુજરાત સરકારે ક્રેડિટ લઇ લીધી. જેમ કોઇ ઉંમરલાયક વ્યક્તિ લગ્ન કરે છે અને મૂંછોને તાવ આપીને પોતાની પત્ની અને બાળકોને પોતાના ગણાવે છે.

સાબરમતીની જેમ ગંગા નદીને શુદ્ધ કરવાના મોદીના નિવેદન પર પટેલે જણાવ્યું કે , 'મેં જણાવ્યું હતું કે સાબરમતી નદીથી એક ગ્લાસ પાણી પીલો નરેન્દ્ર ભાઇ, બીજા જ દીવસે બધી મીટીંગ કેન્સલ કરાવવી પડશે.' ચોકીદારવાળા નિવેદન પર પટેલે જણાવ્યું કે 'ગુજરાત પર 1.60 કરોડ રૂપિયાનું દેવું છે. શું દેશની ચોકીદારી પણ આવી રીતે જ કરશે.'

તેમણે જણાવ્યું કે 'દેશમાં સૌથી વધારે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું, કોંગ્રેસના પેટમાં ઝેર છે પરંતુ કોંગ્રેસે ઝેર પચાવ્યું છે. નેતાઓએ શહાદત વ્હોરી છે. પરંતુ આપે તો ઝેર ઓંકવાનું જ કામ કર્યું છે. લોકોની વચ્ચે ભાંગલા પાડવાનું કામ કર્યું છે જેનો ફાયદો આપણા પાડોશીઓ ઉઠાવી રહ્યા છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા વિસ્તાર અહમદ પટેલનો વિસ્તાર છે અને તેઓ આ વખતે અહીના આદિવાસી વિસ્તારથી કોંગ્રેસની જીત માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.

વાંચો અહેમદ પટેલે મોદી પર કયા આકરા પ્રહારો કર્યા...

મોદી અમને ફાંચી આપી દે...

મોદી અમને ફાંચી આપી દે...

દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તાર નર્મદામાં રવિવારે એક ચૂંટણી રેલીને સંબોધીત કરતા પટેલે મોદી પર જોરદાર પ્રહાર કર્યા. કોંગ્રેસ પર લાગી રહેલા ભ્રષ્ટાચારના આરોપો પર પટેલે જણાવ્યું કે 'મોદી સત્તામાં આવીને અમને જે સજા આપવા માંગતા હોય તે આપી દે, અમને ફાંચી ચડાવવા માંગતા હોય તો ચઢાવી દે. અમે આવી ધમકીઓથી ડરવાના નથી.'

મોદીની કોઇ લહેર નથી

મોદીની કોઇ લહેર નથી

પટેલે જણાવ્યું કે મોદીની કોઇ લહેર નથી, જ્યારે કોંગ્રેસની લહેર છે. મોદીના પક્ષમાં 'કૃતિમ લહેર' બનાવવામાં આવી રહી છે. પટેલે ત્રીજા મોર્ચાની સંભાવનાને પાયાથી રદીયો આપી દીધો અને જણાવ્યું કે ત્રીજીવાર પણ કેન્દ્રમાં યૂપીએની સરકાર કોંગ્રેસના સહયોગથી જ બનશે.

ગુજરાત સરકારે ક્રેડિટ લઇ લીધી..

ગુજરાત સરકારે ક્રેડિટ લઇ લીધી..

પટેલે મોદી પર પ્રહાર કરવાનું ચાલું રાખ્યું, અને તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓ પર પોતાનો ઠપ્પો લગાવીને ગુજરાત સરકારે ક્રેડિટ લઇ લીધી. જેમ કોઇ ઉંમરલાયક વ્યક્તિ લગ્ન કરે છે અને મૂંછોને તાવ આપીને પોતાની પત્ની અને બાળકોને પોતાના ગણાવે છે.

મોદી સાબરમતીમાંથી એક ગ્લાસ પાણી પીને બતાવે

મોદી સાબરમતીમાંથી એક ગ્લાસ પાણી પીને બતાવે

સાબરમતીની જેમ ગંગા નદીને શુદ્ધ કરવાના મોદીના નિવેદન પર પટેલે જણાવ્યું કે , 'મેં જણાવ્યું હતું કે સાબરમતી નદીમાંથી એક ગ્લાસ પાણી પીલો નરેન્દ્ર ભાઇ, બીજા જ દીવસે બધી મીટીંગ કેન્સલ કરાવવી પડશે.' ચોકીદારવાળા નિવેદન પર પટેલે જણાવ્યું કે 'ગુજરાત પર 1.60 કરોડ રૂપિયાનું દેવું છે. શું દેશની ચોકીદારી પણ આવી રીતે જ કરશે.'

મોદી ઝેર ઓંકી રહ્યા છે...

મોદી ઝેર ઓંકી રહ્યા છે...

તેમણે જણાવ્યું કે 'દેશમાં સૌથી વધારે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું, કોંગ્રેસના પેટમાં ઝેર છે પરંતુ કોંગ્રેસે ઝેર પચાવ્યું છે. નેતાઓએ શહાદત વ્હોરી છે. પરંતુ આપે તો ઝેર ઓંકવાનું જ કામ કર્યું છે. લોકોની વચ્ચે ભાંગલા પાડવાનું કામ કર્યું છે જેનો ફાયદો આપણા પાડોશીઓ ઉઠાવી રહ્યા છે.'

English summary
Congress leader Ahmed Patel fire on Narendra Modi in Narmada, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X