30 વરસના યુવકની જાહેરમાં હત્યા, ઘટના CCTVમાં કેદ

Subscribe to Oneindia News

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રવિવારે સાંજે ત્રણ અસામાજિક તત્વોએ એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બીજી ચોંકાવનારી બાબત એ પણ હતી કે આ બનાવ કુબેરનગર ચોકી પાસે જ બન્યો હતો. હાલ સરદારનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, મેઘાણીનગર વાઘેશ્વરી સોસાયટીમાં રહેતો 30 વર્ષીય આકાશ પટણી બાપુનગરમાં હીરા ઘસવાનું કામ કરતો હતો.

Ahmedabad

ગઈકાલે સાંજે બાપુનગરથી કોઈ કારણસર કુબેરનગર ગયો હતો. જ્યાં કોઈ વ્યક્તિઓ સાથે તકરાર થઈ હતી. જેમાં તેને છરીના એક પછી એક એમ 7 થી 8 ઘા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જો કે, થોડી જ વારમાં તરફડીયા મારતો આકાશ શાંત થઈ ગયો હતો અને મરણ થઈ ચૂક્યું હતું. ત્યારબાદ રાબેતા મુજબ પોલીસ પણ આવી ગઈ હતી. જો કે, ત્યાં સુધીમાં આરોપીઓ બહુ દૂર નાસી ગયા હતા. આકાશ શા માટે કુબેરનગર આવ્યો હતો? તે પણ મોટો સવાલ છે, કારણ કે સામાન્ય રીતે તે બાપુનગરથી ઘરે જ જતો હતો. તે તેની પત્ની કોમલ સાથે રહેતો હતો.

English summary
Ahmedabad: 30 year old killed in public.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.