ખારીકટ કેનાલમાં 4 બાળક ડૂબ્યા

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તાર માંથી પ્રસાર થતી ખારીકટ કેનાલમાં ન્હાવા પડેલા ૪ બાળકો પૈકી ૨ બાળકોના મોત, ૧ બાળકીની શોધખોળ ચાલુ, ૧નો બાળકનો બચાવ કરવામાં આવ્યો છે. ખારીકટ કેનાલમાં ન્હાવા પડેલ ૪ બાળકો પૈકી ૧ બાળકને ડૂબતા સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે કેનાલ ઊંડી અને વહેતી હોવાથી ફાયર કર્મીઓને મૃતદેહ શોધવામાં પણ સમય લાગ્યો હતો. ફાયર કર્મીઓ દ્વારા બે બાળકોના મૃતદેહ કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બાળકીની શોધખોળ હાથધરી હતી

river

ફાયર કર્મી દ્વારા અનીલ અને અજય ઠાકોર નામના બે બાળકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા જોકે હજુ બાળકી સંધ્યાની શોધખોળ ચાલુ છે. બીજી બાજુ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ ખારીકટ કેનાલમાં ડૂબી જવાથી કેટલાક લોકોના મોત થયા છે. કોઈ કેનાલ માં ડૂબી ન જાય તેને તંત્ર કોઈ વ્યવસ્થા કરે તેવી સ્થાનીકોની માંગણી છે. હવે જોવાનું રહ્યું તંત્ર આ સમસ્યાનું કયારે નિરાકણ લાવે છે લોકોની જિંદગી બચાવે છે

English summary
Ahmedabad 4 kids drawn, rescue operation is going on. Read more on it.
Please Wait while comments are loading...