For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ અમિત શાહનો વિશાળ રોડ શો શરૂ, ગાંધીનગરથી ભરશે ઉમેદવારી ફોર્મ

અમદાવાદઃ અમિત શાહનો વિશાળ રોડ શો શરૂ, ભરશે ઉમેદવારી ફોર્મ

|
Google Oneindia Gujarati News

પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહના નામાંકન માટે ભાજપે ખાસ તૈયારી કરી રાખી છે. જેના દ્વારા એનડીએ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે ગાંધીનગર લોકસભા સીટથી નામાંકન ફોર્મ ભરશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાળી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલ અને લોજપાના સંસ્થાપક રામવિલાસ પાસવાન જેવા વરિષ્ઠ નેતા હાજર રહેશે.

amit shah

એનડીએના મુખ્ય નેતાઓની આ હાજરીને અમિત શાહ માટે સમર્થન અને ગઠબંધનમાં પીએમ મોદી બાદ બીજા સૌથી શક્તિશાળી નેતાના રૂપમાં તેમની સ્વીકાર્યતા તરીકે જોવામાં આવી રહી છે. ગાંધીનગર સીટથી આ વખતે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની જગ્યાએ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ પીએમ લાલ કૃષ્ણ અડવાણી 1998થી આ સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

ભાજપની ગુજરાત એકમના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ શુક્રવારે કહ્યું કે અમિત શાહનું નામાંકન પાત્ર ભરતી વખતે ભાજપના સહયોગી દળોના નેતાઓ ઉપરાંત રાજનાથ સિંહ અને નીતિન ગડકરી જેવા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. જીતુ વાઘાણીએ કાર્યક્રમની માહિતી શેર કરતા કહ્યું કે ચાર કિમી લાંબો રોડ શો અમદાવાદની સરદાર પટેલ પ્રતિમાથી શરૂ થઈ ગઈ છે અને તે ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક પર ખતમ થશે. તેમણે જણાવ્યું કે અમિત શાહ પોતાનો રોડ શો શરૂ કરતા પહેલા લોકોને સંબોધિત કરશે. તેઓ શુક્રવારે રાત્રે ગુજરાત પહોંચી શકે છે અે રોડ શો શનિવારે સવારે 9 વાગ્યે શરૂ થશે. અમિત શાહ હાલ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય છે. ગુજરાતમાં તમામ 26 સીટો માટે 23 એપ્રિલે થનાર મતદાન માટે નામાંકન પત્ર ભરવાની આખરી તારીખ 4 એપ્રિલ છે.

ગાંધીનગર સીટનો ઈતિહાસ

ગાંધીનગર લોકસભા સીટ દેશની વીવીઆઈપી સીટોમાંની એક છે. આ એ સીટ છે જ્યાંથી ભાજનપા વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ પીએમ લાલકૃષ્ણ અડવાણી 6 વખત સાંસદ રહ્યા. ગાંધીનગરને અડવાણીના રાજનૈતિક કરિયર માટે બહુ ખાસ માનવામાં આવે છે. તેઓ પહેલીવાર 1991માં અહીંથી ચૂંટણી જીત્યા હતા જે બાાદ 1998થી સતત 5 વખત તેઓ અહીંથી ચૂંટણી જીત્યા હતા.

આ પણ વાંચો- હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ફટકો, નહિ લડી શકે લોકસભા ચૂંટણી

English summary
ahmedabad: amit shah started huge roadshow while filling nomination for lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X