હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે આપ્યો ફટકો, નહિ લડી શકે લોકસભા ચૂંટણી
ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટો ફટકો લગાવ્યો છે. કોર્ટે હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી છે. હાર્દિક પર લાગેલ દંગા ભડકાવવાના આરોપમાં ગુજરાત હાઈકોર્ટે આ ફેસલો સંભળાવ્યો છે. વર્ષ 2018માં કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને દોષી ઠહેરાવતા 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. હવે આ કેસને લીધે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહિ લડી શકે. જો કે હાર્દિક પટેલ પાસે હજુ સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ ખુલ્લો રહેશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી જામનગર સીટ પર લોકસભા ચૂંટણી લડવા માંગતો હતો પરંતુ ગુજરાત હાઈકોર્ટે લોકસભા ચૂંટણી 2019માં તેનું લડવાનું સપનું ચકનાચુર કરી નાખ્યું. ઉલ્લેખનીય છે કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગરની કોર્ટે હાર્દિકને ફટકારેલી સજા સામે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેને હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં હાર્દિક પટેલના વકીલે કહ્યું હતું કે, ઘટના સ્થળે હાર્દિક પટેલ હાજર હોય તેવું એકપણ સાક્ષીએ નથી કહ્યું. તો હાર્દિક વિરુદ્ધ એકપણ પુરાવા મળ્યા નથી. હાર્દિકને આઈપીસી એક્ટ પ્રમાણે સજા કરવામાં આવી છે. જેથી હાર્દિક નિર્દેશ છૂટી શકવાને પાત્ર છે. પરંતુ સરકારી વકીલની દલિલ સામે હાર્દિક પટેલની એક ન ચાલી અને કોર્ટે નીચલી કોર્ટના ચૂકાદાને માન્ય રાખ્યો જેથી હાર્દિકનું લોકસભા ચૂંટણી લડવાનું સપનું પણ રોળાયું છે.
આ 2 રાજ્યોની 70 ટકા પબ્લિક મોદીથી નાખુશ, ઉત્તર ભારતમાં 60 ટકા લોકો ખુશ