Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ 2 રાજ્યોની 70 ટકા પબ્લિક મોદીથી નાખુશ, ઉત્તર ભારતમાં 60 ટકા લોકો ખુશ

આ 2 રાજ્યોની 70% લોકો મોદીથી નાખુશ, ઉત્તર ભારતમાં 60% ખુશ

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોર-શોરથી લાગેલ પીએમ મોદી પોતાની ચૂંટણી રેલીઓમાં વિપક્ષ પર ભારે પ્રહાર કરી રહ્યા છે. જો કે વિપક્ષ પર પીએમ મોદીનું આક્રમક વલણ હોવા છતાં એનડીએના ઉમેદવારો માટે આ રસ્તો એટલો સહેલો નથી. લોકસભા ચૂંટણી દરમિયાન જનતાનો મૂડ જાણવા માટે કરવામાં આવેલ સર્વેમાં ખુલાસો થયો છે કે ઉત્તર ભારત અને પશ્ચિમના રાજ્યોમાં એનડીએના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાતાઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે સર્વેમાં આ વાત પણ જણાવવામાં આવી છે કે આ રાજ્યોમાં પીએમ મોદીની વ્યક્તિગત લોકપ્રિયતામાં ભારે વધારો થયો છે.

યૂપી-બિહારમાં શું છે વોટર્સનો મિજાજ?

યૂપી-બિહારમાં શું છે વોટર્સનો મિજાજ?

ઈન્ડિયા ટુડેના પોલિટિકલ સ્ટૉક એક્સચેન્જ અંતર્ગત કરવામાં આવેલ સર્વે મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં એનડીએના સાંસદોને લઈ મતદાતાઓમાં નારાજગીના મુકાબલે પીએમ મોદીના અંગત કરિશ્માનો ગ્રાફ વધ્યો છે. જો હિન્દી બેલ્ટના રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 62 ટકા મતદાતા પોતાના હાલના સાંસદોના કામકાજને લઈ નાખુશ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશથી ભાજપને લોકસભાની 80માંથી 71 સીટ પર જીત હાંસલ થઈ હતી. આવી રીતે મહારાષ્ટ્રમાં પણ 55 ટકા લોકો રાજ્યમાં એનડીએના હાલના સાંસદોના કામકાજથી અસંતુષ્ટ જણાઈ રહ્યા છે. સર્વે મુજબ ગુજરાતમાં 52 ટકા લોકો ભાજપના સાંસદોથી નારાજ છે.

ભાજપના સાંસદોથી ખુશ નથી લોકો

ભાજપના સાંસદોથી ખુશ નથી લોકો

સર્વેના આંકડાઓ મુજબ હિન્દી બેલ્ટના રાજ્યોમાં જ મધ્ય પ્રદેશમાં પણ લોકો ભાજપના સાંસદોના કામકાજને લઈ ખુશ નથી જણાઈ રહ્યા. 29 લોકસભા સીટવાળા મધ્યપ્રદેશમાં 24 સાંસદો ભાજપના છે અને અહીં 52 ટકા લોકો હાલના સાંસદોના કામકાજને લઈ નારાજ છે. મધ્ય પ્રદેશ ઉપરાંત બિહારમાં પણ લોકોની અંદર ભાજપના હાલના સાંસદોને લઈ નારાજગી જોવા મળી. બિહારમાં લગભગ 66 ટકા લોકો ભાજપના સાંસદોના કામકાજથી અસંતુષ્ટ જોવા મળ્યા છે. 2014ની ચૂંટણીમાં બિહારની 40 લોકસભા સીટોમાંથી ભાજપે 22 સીટ જીતી હતી, જ્યારે તેમની સહયોગી પાર્ટી એલજેપીએ 6 સીટ પર જીત હાંસલ કરી હતી.

મોદી પર હજુ પણ ભરોસો યથાવત

મોદી પર હજુ પણ ભરોસો યથાવત

જો કે, આ બધાથી વિપરીત પીએમ મોદીને લઈ લોકોનું મંતવ્ય અલગ જ છે. સર્વે મુજબ યૂપી, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 63 ટકા લોકોએ પીએમ મોદીને પોતાની પસંદ ગણાવી. જ્યારે મહારાષ્ટ્રમાં પીએમ મોદીના કામ-કાજથી 58 ટકા લોકો ખુશ જણાઈ રહ્યા છે. બિહારમાં સર્વેમાં સામેલ 58 ટકા લોકોએ પીએમ મોદીને પોતાની પસંદ ગણાવી અને કહ્યું કે તેમનું કામકાજ અને નીતિઓ સારી છે. જો કે સર્વેના પરિણામમાં સામે આવ્યું કે કેરળ અને તમિલનાડુમાં પીએમ મોદીની લોકપ્રિયતા સૌથી ઓછી છે. આંકડાઓ મુજબ કેરળમાં 72 ટકા લોકોએ પીએમ મોદી વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કર્યો, જ્યારે તમિલનાડુમાં 68 ટકા લોકો પીએમ મોદીથી અસંતુષ્ટ જોવા મળ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X