અમદાવાદ: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો થયો વિરોધ, જાણો કેમ?

Subscribe to Oneindia News

ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજ્યમાં ગુનાખોરી પ્રવૃત્તિ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તાર વટવા, રામોલ, વસ્ત્રાલ અને સીટીએમમાં છેલ્લા 15 દિવસ દરમિયાન ઘરફોડ ચોરી, લૂંટ, ખુન જેવા 15 થી વધારે ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જેમાં કેટલાક લૂંટારુઓએ તો વસ્ત્રાલ માં ઘરમાં ઘુસી પરિવારના લોકોને માર મારીને લૂંટ કરી હતી. ઘરમાં ઘૂસી લૂંટારાઓ જો ચોરી કરી શકતા હોય તો આ વી પરિસ્થિતિમાં આ વિસ્તારોમાં કાયદા અને સુરક્ષા મામલે મોટા સવાલો ઊભા થાય છે. આ કારણે જ આ વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Ahmedabad

રોષે ભરાયેલા લોકોએ બુધવારે રાતના સમયે પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તારમાં કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરમાં ગૃહ મંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. જો કે, વહેલી સવારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ પોસ્ટર્સ ઉતારી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા લોકોએ વિવિધ વિસ્તારમાં ચક્કાજામ કરી પોલીસ સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.

English summary
Criminal activities have been increased in some areas of Ahemedabd and hence locals protest against State Home Minister Pradipsinh Jadeja.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.